શોધખોળ કરો
Advertisement
ભારત પોતાની જરૂરિયાત બાદ અમેરિકાને આપશે મેલેરિયાની દવા, ટ્રમ્પે આપી હતી ધમકી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા અમેરિકાએ મહાસંકટ વચ્ચે ભારત પાસે મદદ માંગી હતી, પણ આજ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. ટ્રમ્પે ભારત પાસે મેલેરિયાને ખત્મ કરવા વાળી દવા હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન માંગી હતી. હવે ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો અમે બદલાની કાર્યવાહી કરીશું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું, જરૂરી દવાનો દેશમાં પૂરતો સ્ટોક હોય તે અમારી પ્રાથમિકતા છે. લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે કેટલીક દવાઓના નિકાસ પર થોડા સમય માટે રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન સ્થિતિને જોતાં સરકારે 14 દવાના નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પેરાસિટામોલ અને હાઇડ્રોક્સી ક્લોરોક્વીનેને લઈ સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક વખત દેશમાં તેનો ભરપૂર સ્ટોક થઈ જશે ત્યારે કંપનીઓ તરફથી તેના આધારે ફેંસલો લેવામાં આવી શકે છે.
કેટલાક પડોશી દેશો પૂરી રીતે અમારી પર નિર્ભર હોવાથી તેમનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે. જે દેશોમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ વધારે ખરાબ છે તે દેશોને દવા મોકલવામાં આવશે. આ સ્થિતિને કોઈપણ રીતે રાજકીય સ્વરૂપ ન આપવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement