(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીર અને લઘુમતીઓ પર બોલનારા મુસ્લિમ દેશોના સંગઠનને ભારતનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
મુસ્લિમ દેશોના સંગઠન(OIC)એ તેના ઠરાવમાં એમ પણ કહ્યું કે અમે ભારતમાં મુસ્લિમો સામે કથિત ભેદભાવ અને અસહિષ્ણુતાની નીતિની નિંદા કરીએ છીએ. OICના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઑફ મુસ્લિમ કન્ટ્રીઝ (OIC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. OIC એ કાશ્મીરમાં આત્મનિર્ણયના અધિકારની અને ભારતીય મુસ્લિમો સાથે કથિત ભેદભાવને રોકવાની માંગ કરી હતી. OIC એ તેના ઠરાવમાં એમ પણ કહ્યું કે અમે ભારતમાં મુસ્લિમો સામે કથિત ભેદભાવ અને અસહિષ્ણુતાની નીતિની નિંદા કરીએ છીએ. OICના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને તેના નિવેદનની આકરી ટીકા કરી છે.
Our response to media queries on references to India in the statements and resolutions adopted in the meeting of the Organisation of Islamic Cooperation in Pakistan:https://t.co/fnvdLYgLa5 pic.twitter.com/i4r3bIxWyh
— Arindam Bagchi (@MEAIndia) March 24, 2022
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે મીટિંગના નિવેદનો અને ઠરાવો એક સંસ્થા તરીકે OICની અપ્રસ્તુતતા અને તેની ચાલાકી કરનાર તરીકે પાકિસ્તાનની ભૂમિકા બંને દર્શાવે છે. ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જુઠ્ઠાણા અને ખોટી રજૂઆત પર આધારિત છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ટિપ્પણી કરતી આ સંસ્થાની ઉદાસીનતા, તે પણ પાકિસ્તાન જેવા માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર દેશના ઈશારે સ્પષ્ટ છે. રાષ્ટ્રો અને સરકારો કે જેઓ પોતાને આ રીતે સાંકળે છે તેઓને તેમની પ્રતિષ્ઠા પરની અસરનો અહેસાસ થવો જોઈએ.
આ પહેલા ભારતે પણ જમ્મુ-કાશ્મીર મુદ્દે ચીનના વિદેશ મંત્રીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે ઈસ્લામિક સહકાર સંગઠનના ઉદ્ઘાટન સમારોહમાં તેમના ભાષણ દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યી દ્વારા ભારતના બિનજરૂરી સંદર્ભને નકારી કાઢીએ છીએ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલો મુદ્દો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે અને ચીન સહિત અન્ય દેશોને તેના પર નિવેદન કરીને દખલ કરવાનો કોઈ અધિકાર નથી.
જણાવી દઈએ કે OICના ઉદ્ઘાટન સમારોહમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે અમે કાશ્મીરના મુદ્દા પર ફરીથી ઘણા ઈસ્લામિક મિત્રોના કોલ સાંભળ્યા. ચીનની પણ એવી જ આકાંક્ષા છે.