શોધખોળ કરો
Advertisement
અભિનંદને પાકિસ્તાનમાં બતાવી 56ની છાતી, વિંગ કમાંડર તળાવમાં કૂદ્યો જ્યાં તેણે ડોક્યુમેન્ટ્સ ગળી જવાનો કર્યો પ્રયાસ?
નવી દિલ્હી: આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદનો સૌથી મોટો અડ્ડો તબાહ કરવામાં આવતાં રઘવાયેલા પાકિસ્તાને બુધવારે ભારતીય સૈન્યના ઠેકાણાં પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેનો ભારતીય વાયુદળે પણ કડક જવાબ આપ્યો હતો. ઈન્ડિયન એર ફોર્સના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની F-16 ફાઈટર વિમાનની સામે મોરચો સંભાળતા પાકિસ્તાની વિમાન પાછું ભાગવા લાગ્યું હતું.
આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની જેટને તોડી પાડ્યું હતું પરંતુ દુર્ભાગ્યવશ ભારતીય જાંબાઝના જેટમાં અચાનક કોઈ ખામી સર્જાતા તે ક્રેશ થવા લાગ્યું હતું અને પાકિસ્તાનમાં જઈને પડ્યું હતું. ત્યાર બાદ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન આર્મીએ પોતાની કેદમાં લીધા હતા.
એફ-16 વિમાનનો પીછો કરતા અભિનંદન એલઓસીથી 7 કિલોમીટર અંદર જતા રહ્યાં. આ સાથે જ તેમણે એક મિશન પાકિસ્તાની લડાકૂ વિમાન એફ-16 પર દાગી હતી. પાકિસ્તાની વિમાનના ખુરચેખુરચા ઉડી ગયા હતા અને તેનો કાટમાળ પણ પીઓકેમાં પડ્યો હતો. પાકિસ્તાની એફ-16 વિમાનને ખદેડવા દરમિયાન અભિનંદનનું વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું. અભિનંદન પેરાશૂટથી નીચે કૂદી ગયાં હતા અને પાકિસ્તાનના એક ગામમાં ઉતર્યાં હતાં.
જમીન પર પહોંચતા જ અભિનંદને લોકોને પૂછ્યું હતું, હું ક્યાં છું, ભારત કે પાકિસ્તાનમાં? જ્યારે અભિનંદનને ખબર પડી કે તેઓ પાકિસ્તાનમાં છે, તો તેમણે લોક શીટ સહિત તમામ દસ્તાવેજો તળાવમાં ફેંકી દીધાં હતાં. કેટલી મહત્વની માહિતીઓ ધરાવતા કાગળ તેઓ ખાઈ ગયા કે જેથી પાકિસ્તાની સેનાને કોઈ માહિતી ન મળે. પાકિસ્તાની અધિકારીઓને અભિનંદન પાસેથી સર્વાઈવલ રજિસ્ટર અને સર્વિસ રિવોલ્વર જ મળી આવી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ દરમિયાન પાકિસ્તાની લોકોની ભીડે અભિનંદનને ઘેરી લીધા હતા. પોતાની સર્વિસ રિવોલ્વરથી અભિનંદને લોકોને પાછળ ખદેડવા માટે ફાયર પણ કર્યું હતું તેવું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને અભિનંદનને અટકમાં લઈ લીધા હતા.
અભિનંદને પાકિસ્તાનને માત્ર પોતાના નામ અને સર્વિસ નંબર વિશે જ માહિતી આપી હતી. તેમણે આ માહિતી ન આપી કે તેઓ ક્યાં તહેનાત હતા અને ક્યું ફાઈટર જેટ ઉડાવી રહ્યા હતાં. પાકિસ્તાની સેનાના જવાન પણ અભિનંદનની બહાદુરીના વખાણ કર્યા હતાં. પાકિસ્તાનના સકંજામાં હોવા છતાં અભિનંદન અત્યંત શાંત, ધીર, ગંભીર નજરે પડતા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement