શોધખોળ કરો

Indian Navy: આ બે સમુદ્રી યોદ્ધાઓ નેવીમાં થશે સામેલ, દુનિયામાં વાગશે ભારતનો ડંકો

નેવી INS વિક્રાંત જેવું નવું એરક્રાફ્ટ કેરિયર બનાવવા જઈ રહી છે

ભારતીય નૌકાદળ ઝડપથી પોતાની જાતને અપગ્રેડ કરી રહી છે. સ્વદેશી શસ્ત્રો, યુદ્ધ જહાજો અને સબમરીન બનાવવામાં આવી રહી છે. નેવી INS વિક્રાંત જેવું નવું એરક્રાફ્ટ કેરિયર બનાવવા જઈ રહી છે. જે એવા જ ચોક્કસ કદ, વજન અને વિસ્થાપનનું હશે. પરંતુ વધુ આધુનિક, શક્તિશાળી અને ઘાતક હશે. સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરના રિપીટ ઓર્ડરનો ફાયદો સમજો.

અત્યારે ભારત પાસે બે એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજ છે. એક INS વિક્રમાદિત્ય અને બીજું INS વિક્રાંત. બંને યુદ્ધ જહાજો વિશ્વના 10 શ્રેષ્ઠ એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજોમાં સામેલ છે. વિક્રાંત જેવું એરક્રાફ્ટ કેરિયર બનાવી આપણે ચીની નૌકાદળની બરાબરી કરી શકીશું. ચીન પાસે ત્રણ એરક્રાફ્ટ કેરિયર છે. જ્યારે પાકિસ્તાન પાસે એક પણ નથી. એનએસ વિક્રાંત જેવા અન્ય એરક્રાફ્ટ કેરિયર ભારતીય નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો કરશે. દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં પાવર બેલેન્સ કરવામાં આવશે. પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવામાં 13 વર્ષ લાગ્યા હતા. પરંતુ હવે નવુ બનવામાં તેટલો સમય નહીં લાગે. તે તેનાથી અડધા કરતા પણ ઓછા સમયમાં બની જશે.

આમ હવે નવું કેરિયર બનાવવું સરળ રહેશે. સમયની બચત થશે. ખર્ચ વ્યાજબી હશે. ઉપરાંત, તેને વધુ ઘાતક, આધુનિક અને વિશ્વસનીય બનાવી શકાશે. જો વિક્રાંત જેવું વધુ એક કેરિયર બનીને તૈયાર થશે તો સમગ્ર વિશ્વમાં ભારતની તાકાત અનેકઘણી વધશે. વિક્રાંતમાં બરાક-8 અને બ્રહ્મોસ મિસાઈલ લગાવવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત કોસ્ટલ બેઝ્ડ AK-603 ગન અને ઓટોબ્રેડા કેનન પણ ફીટ કરવામાં આવી છે.

ભારતના સૌથી ઝડપી અને સૌથી ખતરનાક ફાઇટર જેટમાંથી એક  એવું MiG-29 Mikoyan ફાઈટર જેટ INS વિક્રાંત પર તૈનાત છે. એ મહત્તમ 2400 KM/કલાકની ઝડપે ઉડી શકે છે. તેની રેન્જ 2100 કિલોમીટર છે. તેમાં 7 હાર્ડપોઈન્ટ છે. તેવી જ રીતે આ એરક્રાફ્ટ કેરિયર પર MH 60R મલ્ટી રોલ હેલિકોપ્ટર પણ તૈનાત છે. તે બે MK 46, MK 50 અથવા MK 54s ટોર્પિડો લઈ જઈ શકે છે. 4 થી 8 AGM-114 હેલફાયર મિસાઈલ ફીટ કરી શકાય છે. તે એન્ટી સબમરીન હેલિકોપ્ટર છે.

વાત કરીએ INS વિશાલ એરક્રાફ્ટ કેરિયર કેરિયર વિશે. તેને સત્તાવાર રીતે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 2 (IAC 2) નામ આપવામાં આવશે. તે વિક્રાંત કરતાં મોટું, વધુ શક્તિશાળી અને આધુનિક હશે. તેનું ડિસ્પ્લેસમેંટ 65 થી 75 હજાર ટન હોઈ શકે છે. તેમાં 55 એરક્રાફ્ટ તૈનાત કરી શકાય છે.

INS વિશાલ પર તૈનાત કરવામાં આવનાર 55 વિમાનોમાંથી 40 ફિક્સ વિંગ અને 15 રોટરી વિંગ હશે. એટલે કે 40 ફાઈટર જેટ અને 15 હેલિકોપ્ટર. તે HAL દ્વારા બનાવવામાં આવનાર ટ્વીન એન્જિન ડેક બેઝ્ડ ફાઈટર (TEDBF) અને એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) તૈનાત કરે તેવી શક્યતા છે. તે પરમાણુ ઈંધણ પર ચાલશે તેવી પણ શક્યતા છે. એટલે કે તેને લાંબા સમય સુધી દરિયામાં તૈનાત કરી શકાય છે.

આ ઉપરાંત, ભારતીય નૌકાદળ નૌકાદળમાં 4 લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક (LPD) એટલે કે લેન્ડિંગ હેલિકોપ્ટર ડોકનો પણ સમાવેશ કરવા માંગે છે. આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલતા જહાજો હશે. તેમનું વજન 30 થી 40 હજાર ટન હોઈ શકે છે. તેમની પાસે 4 AK 630 ગન હશે. આ યુદ્ધ જહાજો 8 મીડીયમ મશીનગન, 6 હેવી મશીન ગન, 16 સરફેસ ટુ સરફેસ મિસાઈલ, 32 વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ, બે હેવી લિફ્ટ હેલીકોપ્ટર, 12 સ્પેસ ઓપરેશન હેલીકોપ્ટર અને બે NSUAS જેવી ટેકનોલોજી, હથિયારોથી સજ્જ છે.

ભારતીય નૌકાદળ તેના કાફલામાં હાઇ સ્પીડ લેન્ડિંગ ક્રાફ્ટનો પણ સમાવેશ કરવા જઈ રહ્યું છે. તેનું વજન લગભગ 285 ટન હશે. જેમાં છ ક્રાફ્ટ્સને સામેલ કરવાની યોજના છે. તેને એસોલ્ટ મિશનમાં સામેલ કરવામાં આવશે. જેથી સૈનિકો, હથિયારો, વાહનો અને સાધનોને દરિયાઈ માર્ગે ગમે ત્યાં લઈ જઈ શકાય. તે શાંતિથી ચાલતા જહાજ હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Embed widget