ભારત થયુ વધારે મજબૂત, સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું નૌસેનાએ કર્યું સફળ પરીક્ષણ
ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO)એ મંગળવારે (21 નવેમ્બર) ના રોજ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલ(Naval Anti Ship Missile)નું સફળ પરીક્ષણ કર્યું.
Naval Anti Ship Missile: ભારત સંરક્ષણ ક્ષેત્રે દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓ (DRDO)એ મંગળવારે (21 નવેમ્બર) ના રોજ સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલ(Naval Anti Ship Missile)નું સફળ પરીક્ષણ કર્યું.
#IndianNavy in association with @DRDO_India successfully undertook Guided Flight Trials of #1st indigenously developed Naval #AntiShipMissile frm Seaking 42B helo on #21Nov 23.
— SpokespersonNavy (@indiannavy) November 21, 2023
A significant step towards achieving self-reliance in niche missile tech, incl seeker & guidance tech. pic.twitter.com/nbKI7ZuzDq
આ પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. નેવીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. નેવીએ તેનો વીડિયો જાહેર કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે નેવલ એન્ટી-શિપ મિસાઈલનું પરીક્ષણ સીકિંગ 42બી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.