(Source: ECI/ABP News/ABP Majha)
Indian Navy: ઇન્ડિયન નેવીને મળશે સ્વદેશી બોટ, INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરાશે
ભારતીય નૌકાદળ બ્લૂ-ગ્રીન લેસર જેવી ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજીને સામેલ કરવા પર પણ કામ કરી રહી છે
સંરક્ષણ ક્ષેત્રે દેશના 'મેડ ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ સ્વદેશી અગ્નિશામક બૉટ્સને ટૂંક સમયમાં એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય સહિત સૌથી મોટા યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવનાર છે. નેવીના વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ આ જાણકારી આપી હતી.
Indian Navy to deploy 'Made in India' fire fighting bots on aircraft carriers INS Vikrant, Vikramaditya
— ANI Digital (@ani_digital) February 18, 2023
Read @ANI Story | https://t.co/004Sw0tfaQ#IndianNavy #INSVikrant #Vikramaditya #madeinindia pic.twitter.com/8Mxx5vijIO
તેમણે 'મેડ ઈન ઈન્ડિયા' પ્રોજેક્ટ હેઠળ મરીન ફોર્સમાં લેવામાં આવેલી પહેલ વિશે ચર્ચા કરી અને કહ્યું હતું કે મને વિશ્વાસ હતો કે નેવી સ્વદેશી પ્રોજેક્ટ્સ માટે વડાપ્રધાનને આપેલા વચનને પૂર્ણ કરવામાં સક્ષમ હશે." ભારતીય નૌકાદળના વાઇસ ચીફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ જણાવ્યું હતું કે, "તેમની પાસે પહેલાથી જ બે કોન્ટ્રાક્ટ છે, જેમાં ફાયર ફાઇટિંગ બોટનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર્સમાં કરવામાં આવ્યો છે.
IDEX માં નેવીને મળી મોટી સફળતા
તેમણે ઉમેર્યું હતું કે ભારતીય નૌકાદળ બ્લૂ-ગ્રીન લેસર જેવી ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજીને સામેલ કરવા પર પણ કામ કરી રહી છે, જે પાણીની અંદરના જહાજો અને વસ્તુઓને શોધવામાં મદદ કરી શકે છે આઈડીઇએક્સ પ્રોગ્રામ ભારતીય નૌકાદળ માટે સ્વદેશી સંરક્ષણ તકનીકોને પ્રોત્સાહન આપવા માટે એક મોટી સફળતા છે.
15 ઓગસ્ટ સુધીમાં વચનો પૂરા કરવામાં આવશે
વાઈસ ચીફ વાઈસ એડમિરલે કહ્યું હતું કે "માનનીય વડાપ્રધાને 75 પડકારો લોન્ચ કર્યા અને અમે તેના પર ઝડપથી કામ કર્યું છે. અમે વિચાર્યું કે જો આપણે સફળતા હાંસલ કરવી હોય, તો આપણે વસ્તુઓ અલગ રીતે કરવી પડશે. અમે અમારી પ્રક્રિયાઓને સરળ બનાવી દીધી છે જેથી અમે આ બાબતોને આગળ લઈ જઈ શકીએ. અમને ખાતરી છે કે 15 ઓગસ્ટ સુધીમાં અમે વડાપ્રધાન મોદીને આપેલા વચન મુજબ અમારું લક્ષ્ય હાંસલ કરી લઈશું."
100 સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ પણ મળશે
ભારતીય નૌકાદળ માટે 100 સ્વદેશી ડેક-આધારિત ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ટૂંક સમયમાં તેની ડિઝાઇન અને વિકસિત કરવા માટે પ્રસ્તાવ લઇ શકે છે. આ બાબતની જાણકારી ધરાવતા વરિષ્ઠ અધિકારીઓએ 14 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ચાલી રહેલા એર શો, એરો ઈન્ડિયામાં આ માહિતી આપી હતી. તે 2031-32 સુધીમાં નૌકાદળનો ભાગ બને તેવી અપેક્ષા છે.