Nimisha Priya: યમનમાં ભારતીય નર્સ નિમિષાની ફાંસીની સજા હાલ પુરતી ટળી, હત્યાના મામલામાં મળી હતી સજા
Nimisha Priya: યમનના કેરળની ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પ્રિયાને તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યા બદલ 16 જુલાઈએ ફાંસી આપવાની હતી.

Nimisha Priya:કેરળની ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં તેના બિઝનેસ પાર્ટનરની હત્યાના ગુનામાં 16 જુલાઈએ ફાંસી આપવાની હતી. ભારત સરકારના પ્રયાસો બાદ, યમનના સ્થાનિક અધિકારીઓએ નિમિષાની સજા મુલતવી રાખી છે.
યમનના કેરળની ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પ્રિયાને તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યા બદલ 16 જુલાઈએ ફાંસી આપવાની હતી. કેરળના પ્રભાવશાળી સુન્ની મુસ્લિમ નેતા કંથાપુરમ એ પી અબુબકર મુસલિયાર સાથેની વાતચીત અને ભારત સરકારના હસ્તક્ષેપ બાદ, યમનના સ્થાનિક અધિકારીઓએ નિમિષાની સજા મુલતવી રાખી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાજેતરના સમયમાં, ભારત સરકારે નિમિષા પ્રિયાના પરિવારને બીજા પક્ષ સાથે પરસ્પર સંમતિથી ઉકેલ શોધવા માટે વધુ સમય આપવા માટે સતત પ્રયાસો કર્યા છે. ભારતીય અધિકારીઓ યમનના જેલ અધિકારીઓ અને ફરિયાદી કાર્યાલય સાથે નિયમિત સંપર્કમાં રહ્યા છે.
નિમિષા પ્રિયા પર વર્ષ 2017 માં તેના યમનના બિઝનેલ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યા કરવાનો આરોપ છે. આ કેસમાં, તેને 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને 2023 માં તેની છેલ્લી અપીલ ફગાવી દેવામાં આવી હતી. તેને ફાંસીની તારીખ 16 જુલાઈ 2025 નક્કી કરવામાં આવી હતી. હાલમાં, નિમિષા યમનની રાજધાની સનાની જેલમાં બંધ છે.
તાજેતરમાં, નિમિષાની મૃત્યુદંડની સજા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીની પણ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં, સરકાર વતી એટર્ની જનરલ (AGI) એ કહ્યું કે, ભારત સરકાર પ્રિયાને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે વાટાઘાટો ચાલુ રહે ત્યાં સુધી ફાંસીના આદેશને સ્થગિત કરવા માટે પ્રિયાના કેસનું સંચાલન કરી રહેલા સરકારી વકીલ સહિત યમનના અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.





















