સ્માર્ટ સિલિન્ડરથી મળશે હવે આ સુવિધા, આ રીતે જાણી શકાશે કેટલો ગેસ બાકી છે, જાણો શું છે કિંમત
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ તાજેતરમાં તેના ગ્રાહકો માટે નવું સ્માર્ટ કુકિંગ ગેસ સિલિન્ડર લોન્ચ કર્યો છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ તાજેતરમાં તેના ગ્રાહકો માટે નવું સ્માર્ટ કુકિંગ ગેસ સિલિન્ડર લોન્ચ કર્યો છે. જેને કમ્પોઝિટ સિલિન્ડર પણ કહે છે. આ સ્માર્ટ સિલિન્ડરની સૌથી સારી વાત એ છે કે આમાં તમને ખબર પડશે કે કેટલો ગેસ બાકી છે અને કેટલો ખર્ચ થયો છે.
ઇન્ડેન કમ્પોઝિટ સિલિન્ડરમાં ત્રણ સ્તરનું બાંધકામ છે. તે હાઇ-ડેન્સિટી પોલિથિન (HDPE) આંતરિક સ્તરથી બનેલું છે, પોલિમર ફાઇબરગ્લાસથી ઢંકાયેલું છે અને HDPE બાહ્ય જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્રણ લેયર મોજૂદ
ઇન્ડેન કમ્પોઝિટ સિલિન્ડરમાં ત્રણ સ્તરનું કન્ટ્રકશન છે. તેમાં હાઇ-ડેન્સિટી પોલિથિન (HDPE) અંદરના લેયરથી બનેલું છે. જેમાં પોલિમર ફાઇબરગ્લાસનું કવર હોય છે અને HDPE બાહ્ય જેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
લાઇટ વેઇટ ધરાવાતાં સિલિન્ડ
આ સિલિન્ડર હળવા વજનનો છે. કમ્પોઝિટ સિલિન્ડરનું વજન સ્ટીલના સિલિન્ડરની સરખામણીમાં અડધું છે. આ પારદર્શી છે. જેના કારણે આપ સરળતાથી ગેસનું લેવલ ચેક કરી શકો છો. જેથી ગ્રાહકને રિફિલ ક્યારે કરાવવાનો છે તેનો અંદાજ આવી જશે.
કાટ નથી લાગતો
કમ્પોઝિટ સિલિન્ડરમાં કાટ પણ નથી લાગતો. ટાઇલ્સ પર તેનું નિશાન રહેવાની શક્યતા પણ ઘટી જાય છે. તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે,. તે લૂકમાં આકર્ષક દેખાશે જેથી મોર્ડન કિચન માટે સારો આપ્શન છે.
આ શહેરોમાં મળશે કમ્પોઝિટ સિલિન્ડર
કમ્પોઝિટ સિલિન્ડર વર્તમાનમાં 28 શહેરોમાં ઉપલબ્ધ છે. જેમાં અમદાવાદ, અજમેર, અલ્લાહાબાદ, બેંગેલુરૂ,ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, જયુપુર, હૈહરાબાદ,કોઇમ્બતૂર, દાર્જલિંગ, દિલ્લી, ફિરિદાબાદ, ગુરુગ્રામ, જાલંધર, જમશેદપુર, લુધિયાના, મૈસૂર,પટના, રાયપુ, રાંચી, સુરત, સંગરૂર,વારાણસી. વિશાખાપટ્ટમ અને સામેલ છે.
કમ્પોઝિટની કિંમત
ગ્રાહકને 10 કિલો એલપીજી કમ્પોઝિટ સિલિન્ડર માટે 3,350 રૂપિયા જમા કરવા પડશે. 5 કિલોના સિલિન્ડર માટે 2,150 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ સુરક્ષા તરીકે લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.