(Source: ECI/ABP News/ABP Majha)
Indian Railways: રેલવે ફરી શરૂ કરવા જઇ રહી છે, આ 17 સ્પેશ્યલ ટ્રેન, અહીં જુઓ સંપૂર્ણ યાદી
કોરોનાની બીજી લહેર ખતમ થવાના આરે છે. કેસમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં ટ્રેનમાં પ્રવાસ કરવા યાત્રીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ટ્રેનની વધતી ડિમાન્ડને ઘ્યાનમાં રાખીને રેલવેએ વધુ સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય રેલવે 17 જોડી સ્પેશિયલ ટ્રેન ફરીથી શરૂ કરવા જઇ રહી છે.
નવી દિલ્લી: સમગ્ર દેશમાં હાલ કોવિડ -19ના કેસ ઘટી રહયાં છે. આ સાથે મુસાફરોની સંખ્યા વધતા ટ્રેનની સંખ્યા વધારવાની પણ ડિમાન્ડ વધી છે. આ કારણે ભારતીય રેલવેએ વધુ 17 સ્પશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા રેલ યાત્રીઓને આ સ્પેશિયલ ટ્રેનથી પ્રવાસ કરવાની મંજૂરી મળશે. આ છે 17 જોડી સ્પેશિયલ ટ્રેનની યાદી.
ટ્રેન નંબર 02009/02010 મુંબઇ સેન્ટ્રલ અમદાવા શતાબ્દી સ્પેશિયલ: ટ્રેન નંબર 02009/02010ની સેવા 28 જૂન 2021થી ફરી થશે શરૂ.મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી સ્પેશિયલ ટ્રેન રવિવાર સિવાય દરેક દિવસ દોડશે.
ટ્રેન નંબર 02933/02934 મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી સ્પેશ્યલ : ટ્રેન ટ્રેન નંબર 02933/02934ની સેવા પણ 28 જૂનથી શરૂ થશે. આ ટ્રેઇન ડેઇલી ચાલશે.
ટ્રેન નંબર 09013/09014 બાંન્દ્રા ટર્મિનસ ભૂસાવલ ખાનદેશ સ્પેશ્યલ: ટ્રેન નંબર 09013/09014ની સેવા 29 જૂન 2021થી પૂર્વાવત કરાશે. આ ટ્રેન મંગળવાર, ગુરૂવાર અને રવિવાર ચાલશે.
ટ્રેન નંબર 09043/09044 બાન્દ્રા ટર્મિનસ ભગત કોઠી સ્પેશ્યલ: ટ્રેન નંબર 09043ની સેવા 1 જુલાઇથી શરૂ થશે જે માત્ર ગુરુવારે ચાલશે. ટ્રેન નંબર 09044ની સેવા 2 જુલાઇથી શરૂ થશે. જે માત્ર શુક્રવારે દોડશે.
ટ્રેન નંબર 02944/02943 ઇન્દોર-દોડ સ્પેશ્યલ: ટ્રેન નંબર 02944ની સેવા 28 જૂન 2021થી શરૂ થશે. જે બુધવાર સિવાય રોજ દોડશે. ટ્રેન નંબર 02943 29 જૂનથી શરૂ થશે અને તે ગુરૂવાર છોડીને રોજ દોડશે.
ટ્રેન નંબર 09241/09242 ઇન્દોર-ઉધમપુર સ્પેશયલ: ટ્રેન નંબર 09241ની સેવા 5 જુલાઇ 2021થી ફરી શરૂ થશે. જે દર સોમવાર ચાલશે. ટ્રન નંબર 09242 7 જુલાઇથી શરૂ થશે. જે દર બુધવાર ચાલશે.
ટ્રેન નંબર 09260/09259 ભાવનગર-કોચુવેલી સ્પેશ્યલ: ટ્રેન નંબર 09260ની સેવા 29 જૂનથી ફરીથી શરૂ થશે. જે મંગળવારે દોડશે. ટ્રેનની સંખ્યા 09259ની સેવા 1 જુલાઇ 2021થી ફરી શરૂ થશે અને તે પ્રત્યેક ગુરૂવાર દોડશે.
ટ્રેન નંબર 09262/09261 પોરબંદર-કોચુવેલી સ્પેશ્યલ: ટ્રેન નંબર 09262ની સેવા 1 જુલાઇથી શરૂ થશે. જે દર ગુરૂવાર ચાલશે. ટ્રેન નંબર 09261 4 જુલાઇથી શરૂ થશે અને રવિવારે ચાલશે.
ટ્રેન નંબર 09263/09264 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશ્યલ: ટ્રેન નંબરની 09263 સેવા 29 જૂન 2021થી ફરી શરૂ થઇ રહી છે અને તે મંગળવાર શનિવાર દોડશે. ટ્રેન નંબર 09264ની સેવા 1 જુલાઇથી શરૂ થશે અને તે પ્રત્યેક સોમ-ગુરૂ દોડશે.
ટ્રેન નંબર 09301/09302 ડોક્ટર આંબેડકર નગર- યશવંતપુર સ્પેશ્યલ: ટ્રેન નંબર 09301ની સેવા 27 જુલાઇ 2021થી શરૂ થશે. તે માત્ર રવિવારે દોડશે. ટ્રેનનના નંબર 09302ની સેવા 29 જૂન 2021થી ફરીથી શરૂ થશે અને તે દર મંગળવાર દોડશે.
ટ્રેન નંબર 09307/09308 ઇન્દોર- ચંદીગઢ સ્પેશયલ: ટ્રેન નંબર 09307ની સેવા 1 જુલાઇથી શરૂ થશે અને ગુરૂવારે ચાલશે. ટ્રેન નંબર 09308ની સેવા 2 જુલાઇથી શરૂ થશે અને શુક્રવારે જ ચાલશે.
ટ્રેન નંબર 09325/09326 ઇન્દોર અમૃતસર સ્પેશ્યલ: ટ્રેન નંબર 09325ની સેવા 19 જૂન 2021થી શરૂ થશે અને દરેક મંગળવાર શુક્રવાર ચાલશે. ટ્રેન નંબર 09326ની સેવા 1 જુલાઇથી શરૂ થશે અને દરેક ગુરૂવાર અને રવિવાર ચાલશે.
ટ્રેન નંબર 09332/09331 ઇન્દોર-કોચુવેલી સ્પેશ્યલ: ટ્રેન નંબર 09332ની સેવા 29 જૂન 2021થી ફરી શરૂ થશે અને દરેક મંગળવાર ચાલશે. ટ્રેન નંબર 09331ની સેવા 2 જુલાઇ 2021થી શરૂ થશે અને પ્રત્યેક શુક્વાર ચાલશે.
ટ્રેન નંબર 09337/09338 ઇન્દોર-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશ્યલ: ટ્રેન નંબર 09337ની સેવા 27 જૂન 2021થી ફરીથી શરૂ થશે. જે રવિવારે દોડશે. ટ્રેન નંબર 09338ની સેવા 28 જૂન 2021થી ફરીથી શરૂ કરશે અને દરેક સોમવાર ચાલશે.
ટ્રેન નંબર 09029/09030 બાંદ્રા ટર્મિનસ -અમદાવાદ સ્પેશ્યલ: ટ્રેન નંબર 09029ની સેવા 29 જૂન 2021થી શરૂ થશે અને તે પ્રત્યેક મંગળવાર, ગુરૂવાર અને રવિવારે દોડશે.