Indian Railways : રેલવે સ્ટેશન પર માત્ર 100 રૂપિયામાં જ મળશે હોટલ જેવો રૂમ
રેલવેની અનેક સુવિધાઓથી મુસાફરો વાકેફ નથી. આજે અમે એવી જ એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
IRCTC Retiering Room Booking: રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે. તેમાં રોજ કરોડો લોકો મુસાફરી કરે છે. તો સામે ભારતીય રેલવે મુસાફરો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. જેથી કરીને લોકોની મુસાફરી આરામદાયક બની રહે. તહેવારો અને ઉનાળા દરમિયાન સ્પેશિયલ ટ્રેન દોડાવીને મુસાફરોને રાહત આપવામાં આવે છે. તેમજ ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ સમયાંતરે આપવામાં આવે છે. રેલવેની અનેક સુવિધાઓથી મુસાફરો વાકેફ નથી. આજે અમે એવી જ એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારે રેલવે સ્ટેશન પર જ રોકાવું હોય તો તમને સ્ટેશન પર જ રૂમ મળી જશે. તમારે કોઈ હોટેલ કે ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. તો ચાલ જાણીએ કે કેટલા રૂપિયામાં અને કેવી રીતે ટિકિટ બુક કરાવી શકશો.
હોટેલ જેવો રૂમ માત્ર 100 રૂપિયામાં થશે બુક
રેલવે સ્ટેશન પર મુસાફરોને રહેવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને રૂમની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હશે. એક રાત માટે રૂમ બુક કરાવવા તમારે 100 રૂપિયાથી 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
કેવી રીતે કરવું બુકિંગ?
જો તમે રેલવે સ્ટેશન પર હોટલ જેવો રૂમ બુક કરાવવા માંગો છો, તો તમારે અહીં જણાવેલી કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે.
સૌથી પહેલા તમારું IRCTC એકાઉન્ટ ખોલો.
હવે લોગિન કરો અને માય બુકિંગ પર જાઓ.
તમારી ટિકિટ બુકિંગના નીચેના ભાગ પર રિટાયરિંગ રૂમનો વિકલ્પ દેખાશે.
અહીં ક્લિક કર્યા પછી તમને રૂમ બુક કરવાનો વિકલ્પ દેખાશે.
PNR નંબર દાખલ કરવાની જરૂર નથી.
પરંતુ કેટલીક અંગત માહિતી અને મુસાફરીની માહિતી ભરવાની રહેશે.
હવે પેમેન્ટ કર્યા બાદ તમારો રૂમ બુક થઈ જશે.
નોંધપાત્ર વાત એ છે કે, રેલવે હાલમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. દિલ્હી-બિહાર રૂટ સિવાય પણ ઘણી જગ્યાએ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે. જ્યારે 18 સમર સ્પેશિયલ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.