શોધખોળ કરો

ભાડું ન ચૂકવી શકતા મકાન માલિકે બહાર કાઢી મુક્યા, બે વખત PM રહેલા ગુલઝારીલાલ નંદાની સ્ટોરી તમને ભાવુક કરી દેશે

એક 94 વર્ષના વૃદ્ધને ભાડાના મકાનમાંથી મકાન માલિકે બહાર કાઢી મુક્યા. આ વૃદ્ધ માણસ પાસે પોતાની જૂની પથારી, કેટલાક એલ્યૂમિનિયમના વાસણો, પ્લાસ્ટિકની ડોલ અને ટમલર સિવાય ભાગ્યે જ કોઈ સામાન હતો.

એક 94 વર્ષના વૃદ્ધને ભાડાના મકાનમાંથી મકાન માલિકે બહાર કાઢી મુક્યા. આ વૃદ્ધ માણસ પાસે પોતાની જૂની પથારી, કેટલાક એલ્યૂમિનિયમના વાસણો, પ્લાસ્ટિકની ડોલ અને ટમલર સિવાય ભાગ્યે જ કોઈ સામાન હતો. આ બધો જ સામાન મકાન માલિકે રસ્તા ઉપર ફેંકી દીધો. 94 વર્ષના વૃદ્ધે મકાન માલિકને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપવા વિનંતી કરી. પડોશીઓને પણ આ વૃદ્ધ પર દયા આવી અને તેમણે મકાન માલિકને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપવા માટે સમજાવ્યા હતા. અંતે આ મકાનમાલિકે વૃદ્ધને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપ્યો. આ વૃદ્ધ માણસ તેમની વસ્તુઓ ઘરની અંદર પરત લઈ ગયા. ત્યાંથી પસાર થતા એક પત્રકારે રોકાઈને આ સમગ્ર ઘટનાક્રમ જોયો. પત્રકાર વિચાર્યું કે આ ઘટના તેના અખબારમાં પ્રકાશિત કરવી જોઈએ. પત્રકારે એક હેડિંગ પણ વિચારી રાખ્યું હતું. "ક્રૂર મકાનમાલિકે પૈસા માટે ભાડાના મકાનમાંથી વૃદ્ધને લાત મારી બહાર કર્યા"

પત્રકાર ભાડુઆત અને મકાનની કેટલીક તસવીરો  લીધી અને તેના તંત્રીને જઈ આ ઘટના અંગે વિગતવાર જણાવ્યું. તંત્રી તસવીરો જોઈને ચોંકી ગયા.  તેમણે પત્રકારને એકીશ્વાસે પૂછ્યું  "તું આ વૃદ્ધને ઓળખે છે ".  પત્રકારે કહ્યું, ના.." બીજા જ દિવસે આ અખબારના પહેલા પેઈજ પર મોટા સમાચાર છપાયા. હેડિંગ હતું, "ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા એક દયનીય જીવન જીવી રહ્યા છે." આ સમાચારમાં આગળ લખ્યું કે કેવી રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન ભાડું ચૂકવવામાં અસમર્થ હતા અને કેવી રીતે તેમને ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. 

સ્વતંત્રા સેનાની તરીકે આમ તો ગુલઝારી લાલ નંદાને રૂ. 500/- પ્રતિ માસ ભથ્થું મળતું હતું. પરંતુ તેમણે આ પૈસા લેવાનો ઈનકાર કરતા કહ્યું સ્વતંત્રતા સેનાનીઓના ભથ્થા લેવા માટે આઝાદીની લડાઈ નથી લડ્યા.

આ સમાચાર છપાયાના બીજા દિવસે તત્કાલીન વડાપ્રધાને તેમના પ્રધાનો અને અધિકારીઓને વાહનોના કાફલા સાથે ગુલઝારીલાલ નંદના ઘરે મોકલ્યા હતા.  આટલા બધા વીઆઈપી વાહનોનો કાફલો જોઈને મકાન માલિક પણ સ્તબ્ધ થઈ જાય છે, જ્યારે તેને ખબર પડી કે તેમના ભાડૂઆત બીજુ કોઈ નહી પરંતુ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા છે.  મકાનમાલિકે તરત જ ગુલઝારીલાલ નંદાના પગમાં પડી પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. અધિકારીઓ અને વીઆઈપીઓએ ગુલઝારીલાલ નંદાને સરકારી આવાસ અને અન્ય સુવિધાઓ સ્વિકારવા વિનંતી કરી પણ ગુલઝારીલાલ નંદાએ એમ કહીને તેમની ઓફર ન સ્વીકારી કે આ વૃદ્ધાવસ્થામાં આવી સુવિધાઓનું હવે મારે શું કામ છે. તેમના છેલ્લા શ્વાસ સુધી તેઓ એક સામાન્ય નાગરિકની જેમ સાચા સ્વાતંત્ર્ય સેનાની રહ્યા હતા. આખરે 1997 માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને એચડી દેવગૌડાના સંયુક્ત પ્રયાસોને કારણે, તેમને "ભારત રત્ન" એનાયત કરવામાં આવ્યો હતો. એટલે જ કહેવાયું છે કે - "તમારી પ્રતિષ્ઠાનું ધ્યાન રાખજો તે તમારા કરતાં વધુ જીવવાની છે..."

તેમનો જન્મ પંજાબના સિયાલકોટમાં થયો હતો

ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મુંબઇ)માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ થયાં. 1922માં અમદાવાદ ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે 1946 સુધી કામ કર્યું. તેમને 1932માં સત્યાગ્રહ માટે જેલ જવું પડ્યું તેમજ ફરી 1942થી 1944 સુધી પણ તેઓ જેલમાં રહ્યા.

ભાડું ન ચૂકવી શકતા મકાન માલિકે બહાર કાઢી મુક્યા, બે વખત PM રહેલા ગુલઝારીલાલ નંદાની સ્ટોરી તમને ભાવુક કરી દેશે

1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા

નંદા 1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા તેમજ 1937થી 1939 સુધી તેઓ બોમ્બે સરકારના સંસદિય સચિવ (શ્રમ તેમજ ઉત્પાદ શૂલ્ક) રહ્યા. પાછળથી બોમ્બે સરકારના શ્રમમંત્રી (1946થી 1950 સુધી)ના રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળતાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું. તેમણે કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે તેમજ બોમ્બે આવાસ બોર્ડમાં અધ્યક્ષ તરીકે કાર્યું કર્યું. તેઓ રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય મજદૂર કૉંગ્રેસના આયોજનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પછીથી તેમના અધ્યક્ષ બન્યા હતા. 1947માં તેમણે જિનેવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં એક સરકારી પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. તેમણે સંમેલન દ્વારા નિયુક્ત ‘ધ ફ્રીડમ ઓફ એસોસિયેશન કમિટિ’ પર કાર્ય કર્યું તેમજ સ્વીડન, ફ્રાન્સ, સ્વીટ્ઝરર્લેન્ડ, બેલ્જિયમ તેમજ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી. જેથી તેઓ એ દેશોમાં શ્રમ અને આવાસની સ્થિતિનું અધ્યયન કરી શકે.

1952ની સામાન્ય ચૂંટણીમાં મુંબઇથી લોકસભા માટે ચૂંટાયા

માર્ચ 1950માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. પછીના વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ કેન્દ્ર સરકારના યોજના મંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેમને સિંચાઇ તેમજ વિજળી વિભાગોનો પ્રભાર પણ અપાયો હતો. તેઓ 1952ની સામાન્ય ચૂંટણીમાં મુંબઇથી લોકસભા માટે ચૂંટાયા અને ફરીથી યોજના સિંચાઇ તેમજ વિજળીમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. તેમણે 1955માં સિંગાપોરમાં આયોજિત યોજના સલાહકાર સમિતિ તેમજ 1959માં જિનેવામાં આયોજિત આંતરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

નંદા 1957ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા તેમજ શ્રમ તથા રોજગાર અને નિયોજનના કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પછીથી તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત થયાં હતા. તેમણે 1959માં જર્મની સંઘીય ગણરાજ્ય, યુગોસ્લાવિયા તેમજ ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી.

ભાડું ન ચૂકવી શકતા મકાન માલિકે બહાર કાઢી મુક્યા, બે વખત PM રહેલા ગુલઝારીલાલ નંદાની સ્ટોરી તમને ભાવુક કરી દેશે

સાંબરકાંઠાથી લોકસભા માટે ફરીથી ચૂંટાયા

1962ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ગુજરાતના સાંબરકાંઠાથી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. તેમણે 1962માં સમાજવાદી લડાઇ માટે કોંગ્રેસ ફોરમની શરૂઆત કરી હતી. તેઓ 1962 તેમજ 1963માં કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી તેમજ 1963થી 1966 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.

27 મે 1964ના રોજ પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

પંડિત નહેરુના નિધન બાદ તેમણે 27 મે 1964ના રોજ ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તાંશ્કદમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ફરીથી 11 જાન્યુઆરી 1966માં તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બે વાર કાર્યવાહક વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા સાદગીને પવિત્રતાની મૂર્તિ હતા.

હાલના સમયમાં એક સામાન્ય સરપંચ પણ કરોડો રુપિયામાં રમતા હોય છે ત્યારે રાજકારણમાં ગુલઝારીલાલ નંદા જેવા લોકોની અછત છે, જેઓ બે વખત વડાપ્રધાન હતા.
તેમણે પેન્શન લેવાની ના પાડી હતી, ગુલઝારીલાલ નંદાને  રાજકારણનું રત્ન કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget