શોધખોળ કરો
Advertisement
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કહ્યું- કોરોના સામે લડવા યોગ જરૂરી, પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરો
આ પહેલીવાર છે કે, આ વખતે કોરોના મહામારીના કારણે ડિજિટલ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘ઘર પર યોગ અને પરિવાર સાથે યોગ’ છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આ દિવસ એકજૂટતાનો દિવસ છે, આ વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. આપણને જોડે, સાથે લાવે ,એજ તો યોગ છે. ”
ઉલ્લેખનીય છે કે, યોગ દિવસ દુનિયાભરમાં પ્રથમ વખત 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આ પહેલીવાર છે કે, આ વખતે ડિજિટલ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘ઘર પર યોગ અને પરિવાર સાથે યોગ’ છે.
પીએમ મોદીએ કહ્યું, કોરોનાના આ સંકટ દરમિયાન દુનિયાભરના લોકો My Life-My Yoga વીડિયો બ્લોગિંગ કમ્પિટીશનમાં ભાગ લઈ રહ્યાં છે, જે દર્શાવે છે કે, યોગ પ્રત્યે ઉત્સાહ કેટલો વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, “બાળકો, યુવા, પરિવારના વડીલો, તમામ જ્યારે સાથે યોગના માધ્યમથી જોડાય છે, ત્યારે આખા ઘરમાં એક ઉર્જાનો સંચાર થાય છે. તેથી આ વખતે યોગ દિવસ, ભાવનાત્મક યોગનો પણ દિવસ છે. આપણી ફેમિલી બોન્ડીંગને વધારવાનો દિવસ છે. ”
પીએમ મોદીએ કહ્યું, “કોવિડ19 વાયરસ ખાસ કરીને આપણા શ્વસન તંત્ર, એટલે કે Respiratory system પર એટેક કરે છે. આપણી Respiratory systemને મજબૂત બનાવવા માટે જેનાથી સૌથી વધુ મદદ મળે છે તે પ્રાણાય છે. આપ પ્રાણાયમને પોતાની દિનચર્યામાં સામેલ કરો અને અનુલોમ-વિલોમ સાથે પ્રાણાયમની બીજી રીત પણ શીખો.”
મોદીએ કહ્યું, “ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, યોગ: કર્મસુ કૌશલમ્ અર્થાત્, કર્મની કુશળતા જ યોગ છે. એક સજાગ નાગરિક તરીકે આપણે પરિવાર અને સમાજ તરીકે એક થઈને આગળ વધવાનું છે. આપણે પ્રયાસ કરીશું કે, યોગા એટ હોમ અને યોગા વિથ ફેમિલીને પોતાના જીવનનો ભાગ બનાવીએ. આપણે ચોક્કસ સફળ થઈશું અને આપણો વિજય થશે. ”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement