શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી અમિત શાહને મળ્યા ઇન્ટરપોલના મહાસચિવ સ્ટૉક, આતંક વિરુદ્ધ લડાઇમાં મદદનો આપ્યો ભરોસો
સાથે ગૃહમંત્રીએ આતંકવાદ સામેની લડાઇને લઇને પ્રતિબદ્ધતા માટે આભાર માન્યો હતો
નવી દિલ્હીઃ ભારત પ્રવાસ પર આવેલા ઇન્ટરપોલના મહાસચિવ જુર્ગેન સ્ટોકને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી. તેમણે ગૃહમંત્રીને આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ઇન્ટરપોલ તરફથી તમામ સંભવ મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે ગૃહમંત્રીએ આતંકવાદ સામેની લડાઇને લઇને પ્રતિબદ્ધતા માટે આભાર માન્યો હતો. મુલાકાત દરમિયાન ગૃહમંત્રી શાહે દિલ્હીમાં ઇન્ટરપોલ મહાસભાની યજમાનીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
શાહે કહ્યું કે, 2022માં ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે. તે જ વર્ષે દિલ્હીમાં ઇન્ટરપોલ મહાસભાની યજમાનીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે સિવાય ગૃહમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સપોર્ટ અને સહયોગના કારણે ભારતને ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીનો ક્ષેત્રીય ગઢ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ અગાઉ ઇન્ટરપોલના મહાસચિવ જુર્ગેન સ્ટોકે કેન્દ્રિય ગૃહ સચિવ એકે.કે ભલ્લા સાથે મુલાકાત કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આતંકવાદ ફેલાવવાના આરોપી ઝાકીર નાઇક સહિત અન્ય વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પર કાર્યવાહી કરવા પર ભાર મુક્યો હતો. નાઇક હાલમાં મલેશિયામાં છે. અધિકારીએ કહ્યું કે, ભલ્લાએ સ્ટોક સાથે 30 મિનિટ સુધી બેઠક કરી હતી. જેમાં ભારતીય કાયદાથી બચી રહેલા ભાગેડુઓ વિરુદ્ધ પેન્ડિગ રેડ કોર્નર નોટિસ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.Mr. Jürgen Stock, Secretary General of @INTERPOL_HQ called on Union Home Minister Shri @AmitShah. pic.twitter.com/q1PBHALJFq
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement