શોધખોળ કરો

IPLની બાકીની સીઝન હવે ક્યારે રમાશે ? જાણો વિગતે

બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે, આ વર્ષે આઈપીએલની બાકીની મેચો સસ્પેન્ડ કરવામાં આવી છે. જે બાદ ક્રિકેટ ફેન્સમાં બાકીની સીઝન ક્યારે રમાશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે ક્રિકેટ ખાસ કરીને આઈપીએલના ખેલાડીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. જેના કારણે આઈપીએલની આ સીઝન સસ્પેન્ડ કરવામાં આવી છે. બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે, આ વર્ષે આઈપીએલની બાકીની મેચો સસ્પેન્ડ કરવામાં આવી છે. જે બાદ ક્રિકેટ ફેન્સમાં બાકીની સીઝન ક્યારે રમાશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. પરંતુ વર્તમાન સંજોગોને જોતાં બાકીની સીઝન પર કાળા વાદળ છવાયા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શિડ્યૂલ પ્રમાણે આગામી મહિને શ્રીલંકાનો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. જે બાદ 18 જુનથી 22 જુન સુધી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમાશે. જેમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. જુલાઈમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડ પ્રવાસે અને સાઉથ આફ્રિકા આયર્લેન્ડ પ્રવાસે જશે. ઓગસ્ટમાં ભારત ઈંગ્લેન્ડ પ્રવાસે જશે અને ઝિમ્બાબ્વે આયર્લેન્ડ પ્રવાસે જશે. ઓક્ટોબરમા ઈંગ્લેન્ડ પાકિસ્તાન આવશે.  18 ઓક્ટોબરથી લઈ 15 નવેમ્બર સુધી આઈસીસી ટી-20 વર્લ્ડ કપ રમાશે. ડિસેમ્બરમાં કોઈપણ દેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું નથી. જાન્યુઆરી 2022માં ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે.

આ સંજોગોને જોતાં ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આઈપીએલની બાકીની સીઝનનું આયોજન થાય તેવી સંભાવના છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

આઈપીએલમાં અત્યાર સુધી કેટલી મેચ રમાઈ હતી

કોરોનાના કહેરની વચ્ચે બીસીસીઆઈએ મજબૂત બાયો બબલ રહેવાનું કહ્યું હતુ, ત્યાર બાદ અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. હાલમાં જ બીસીસીઆઈએ બાયો બબલ નિયમ કડક બનાવ્યા હતા. ખેલાડીઓને દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરાવાવની જગ્યાએ બે દિવસે કરાવવા કહ્યું હતું. સાથે જ બીસીસીઆઈએ ખેલાડીઓને હોટલની બહારનું ખાવાનું મગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈપીએલના સીઓઓ હેમાંગ અમીને કહ્યું હતું કે, પહેલા ખેલાડીઓ ટૂર્નામેન્ટ પહેલા કેટલીક હોટલમાંથી ખાવાનું મગાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે આ સુવિધા પરત લેવામાં આવી છે.

IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.

આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget