શોધખોળ કરો

શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'

Atishi on AAP future: 7 સાંસદોના પક્ષપલટા બાદ ભાજપના પ્રહાર પર આતિશીનો વળતો પ્રહાર: દેશને AAPમાં વિકલ્પ દેખાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આતિશીનો દાવો: ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
  • તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૫ વર્ષમાં ભાજપે ૧૫ વખત આમ આદમી પાર્ટીના અંતની આગાહી કરી.
  • આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગુજરાત અને ગોવામાં સફળતા મેળવી રહી છે.
  • આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપ અરવિંદ કેજરીવાલને ફસાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે.

Atishi on AAP future: આમ આદમી પાર્ટી (AAP) ના 7 સાંસદોએ બળવો કરીને ભાજપનો ખેસ પહેરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ સતત એવો દાવો કરી રહ્યું છે કે હવે 'આપ' ખતમ થવાના આરે છે અને તેમાં માત્ર ભ્રષ્ટ નેતાઓ જ બચ્યા છે. જોકે, આ મુદ્દે પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. આતિશીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી તૂટવાની નથી, અને છેલ્લા 15 વર્ષમાં ભાજપે 15 વખત આપના અંતની ભવિષ્યવાણી કરી છે, પરંતુ આજે પણ આમ આદમી પાર્ટી દેશની સૌથી ઝડપથી વિકસતી પાર્ટી છે.

દિલ્હી વિધાનસભામાં આતિશીનો ભાજપ પર કટાક્ષ

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ ભાજપના નિવેદનોનો આકરો જવાબ આપતા કહ્યું કે, "ભાજપે છેલ્લા 15 વર્ષમાં 15 વખત અમારી પાર્ટી માટે 'શોક સંદેશ' વાંચ્યા છે. દર 6 મહિને ભાજપ જાહેર કરી દે છે કે અરવિંદ કેજરીવાલનું રાજકારણ હવે પૂરું થઈ ગયું છે. પરંતુ હકીકત એ છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દેશમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહી છે." અગાઉ ભાજપે એવો કટાક્ષ કર્યો હતો કે હવે આપમાં માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારું મુખ્ય જૂથ જ બચ્યું છે અને બધા સારા લોકો પાર્ટી છોડીને જતા રહ્યા છે.

'દેશ એક નવો વિકલ્પ શોધી રહ્યો છે'

આતિશીએ પાર્ટીની જબરદસ્ત સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, "માત્ર 10 જ વર્ષમાં પાર્ટીએ દિલ્હીમાં 3 વખત સરકાર બનાવી છે. પંજાબમાં પહેલીવાર ચૂંટણી લડીને અમે મુખ્ય વિપક્ષ બન્યા અને બીજી વારમાં તો જંગી બહુમતીથી જીત મેળવી સરકાર પણ બનાવી લીધી. આ ઉપરાંત ગુજરાત અને ગોવામાં પણ અમારા ધારાસભ્યો ચૂંટાયા છે અને જમ્મુ-કાશ્મીરમાં પણ અમારો 1 ધારાસભ્ય છે." તેમણે દાવો કર્યો કે આ બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશની જનતા હવે જૂની રાજનીતિથી કંટાળીને એક અલગ પ્રકારની રાજનીતિ અને નવો વિકલ્પ શોધી રહી છે, અને 'આપ' તે વિકલ્પ બની રહી છે.

'ભાજપના કાવતરાનો પર્દાફાશ થયો છે'

ભાજપ પર વધુ આકરા પ્રહાર કરતા આતિશીએ ઉમેર્યું કે, હવે જ્યારે ટ્રાયલ કોર્ટ અને CBI કોર્ટના આદેશોથી ભાજપના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે, ત્યારે તેઓ ડરી ગયા છે અને બેચેન બન્યા છે. અરવિંદ કેજરીવાલને ફસાવવા માટે કેવા ખોટા આરોપો લગાવીને કાવતરું ઘડવામાં આવ્યું હતું તે આજે આખા દેશે જોયું છે. આ સત્ય રાષ્ટ્ર સમક્ષ આવી જતા, ફરી એકવાર ભાજપ ED અને CBI નો દુરુપયોગ કરવા પર ઉતરી આવ્યું છે.

Frequently Asked Questions

આમ આદમી પાર્ટી (AAP) ને લઈને ભાજપના દાવાઓ શું છે?

ભાજપ સતત દાવો કરી રહ્યું છે કે AAP હવે ખતમ થવાના આરે છે અને તેમાં માત્ર ભ્રષ્ટ નેતાઓ જ બચ્યા છે.

આતિશી AAP ના ભવિષ્ય અંગે શું માને છે?

આતિશી સ્પષ્ટપણે માને છે કે AAP તૂટવાની નથી અને દેશની સૌથી ઝડપથી વિકસતી પાર્ટી બની રહી છે.

છેલ્લા 15 વર્ષમાં AAP ના અંત અંગે ભાજપે કેટલી વાર ભવિષ્યવાણી કરી છે?

આતિશીના જણાવ્યા અનુસાર, ભાજપે છેલ્લા 15 વર્ષમાં 15 વખત AAP ના અંતની ભવિષ્યવાણી કરી છે.

AAP એ દિલ્હી અને પંજાબમાં શું સિદ્ધિઓ મેળવી છે?

AAP એ દિલ્હીમાં 3 વખત સરકાર બનાવી છે અને પંજાબમાં બીજી વારમાં જંગી બહુમતીથી જીત મેળવી સરકાર બનાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget