શોધખોળ કરો
Advertisement
અભિનંદનને પાકિસ્તાનમાં રોકવાનો અંતિમ ક્ષણ સુધી થયો હતો પ્રયાસ, પણ ના મળી સફળતા
નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને સોંપી દેવાની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. જોકે, ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને રોકવા માટે પાકિસ્તાનમાં છેલ્લી ક્ષણો સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાનને તેમાં સફળતા મળી નથી. આખરે ગુરુવારે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. ભારતીય એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનમાં રોકવા માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, ઇસ્લામાબાદ હાઇકોર્ટે અભિનંદનને રોકવાની અરજીને ફગાવી દીધી હતી.
પાકિસ્તાનના એક નાગરિકે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી કરી અભિનંદને છોડવાની નિર્ણય પર રોક લગાવવાની માંગણી કરી કહ્યું હતું કે, તેણે પાકિસ્તાન વિરુદ્ધ ગુનો કર્યો છે. જેથી તેના પર અહી કેસ ચલાવવો જોઇએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ ભારતીય પાયલટ અભિનંદનને ભારતને સોંપવાના ઇમરાન સરકારના નિર્ણય પર રોક લગાવે. અરજીકર્તાએ કહ્યું હતું કે, ભારતીય પાયલટે પાકિસ્તાનમાં બોમ્બ ફેંકી હવાઇ સરહદનું ઉલ્લંઘન કર્યું અને પાકિસ્તાન વિરુદ્ધ ગુનો કર્યો છે. જેથી તેના વિરુદ્ધ સુનાવણી થવી જોઇએ.
એલઓસી પર બંન્ને દેશોની એરફોર્સ વચ્ચે થયેલી અથડામણમાં મિગ-21 પીઓકેમાં તૂટી પડ્યું હતું. બાદમાં મિગ-21માં સવાર ભારતીય પાયલટ અભિનંદનને પાકિસ્તાને પકડી લીધો હતો. ભારતના દબાણ બાદ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા માટે રાજી થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement