શોધખોળ કરો
ઇઝરાયલના સ્વાસ્થ્યમંત્રી અને તેમના પત્ની કોરોના પોઝિટીવ, આઇસોલેશનમાં રખાયા
ઇઝરાયલના સ્વાસ્થ્યમંત્રી અને તેમના પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયાના 180 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે અને મોટી સંખ્યામાં લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. જેમાં ઇઝરાયલ પણ સામેલ છે. ઇઝરાયલના સ્વાસ્થ્યમંત્રી અને તેમના પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ઇઝરાયલના સ્વાસ્થ્યમંત્રી યાકોવ લિત્ઝમૈન અને તેમના પત્નીને કોરોના થયો છે અને તે આઇસોલેશનમાં તમામ દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યા છે. વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના નજીકના સહયોગી 71 વર્ષીય યાકોવ લિત્ઝમૈન અનેકવાર વડાપ્રધાન સાથે કોરોના વાયરસની અપડેટ આપતા જોવા મળ્યા હતા પરંતુ હવે તેમને કોરોના થતાં સોશિયલ ડિસ્ટેન્સિંગ અપનાવું પડી રહ્યુ છે.
મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યાકોવ લિત્ઝમૈન અને તેમના પત્ની તબિયત સારી છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. છેલ્લા બે સપ્તાહમાં તેમના અને તેમની પત્નીના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
