શોધખોળ કરો
Advertisement
ચંદ્રયાને ફરી મોકલી ચંદ્રની આ તસવીરો, સાત સપ્ટેમ્બરે સપાટી પર ઉતરશે
ચંદ્રયાન-2ના એલઆઇ4 કેમેરાએ ચંદ્રની આ તસવીરો ચંદ્રની સપાટીથી 2650 કિલોમીટરની ઉંચાઇથી 21 ઓગસ્ટના રોજ ક્લિક કરી હતી
નવી દિલ્હીઃ અવકાશ એજન્સી (Space Agency) ઇસરોએ ભારતના ચંદ્રયાન-2 ઉપગ્રહથી લેવામાં આવેલી આ તસવીર જાહેર કરી છે. ઇસરોએ આ તસવીરો ટ્વિટ કરી છે. ઇસરો તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે 23 ઓગસ્ટને ચંદ્રયાન 2ના ટેરેન મેપિંગ કેમેરા -2 (TMC-2) દ્ધારા લૂનર સપાટી પર લગભગ 4375 કિલોમીટરની ઉંચાઇ પર જેક્સન, મચ, કોરોલેવ અને મિત્રા નામના ખાડાઓ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે આ ઉપગ્રહ વર્તમાનમાં ચંદ્રની કક્ષામાં છે.
આ અગાઉ ગુરુવારે પણ ઇસરોએ આ પ્રકારની તસવીરો જાહેર કરી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની હેડઓફિસે કહ્યુ કે, ચંદ્રયાન-2ના એલઆઇ4 કેમેરાએ ચંદ્રની આ તસવીરો ચંદ્રની સપાટીથી 2650 કિલોમીટરની ઉંચાઇથી 21 ઓગસ્ટના રોજ ક્લિક કરી હતી. ઇસરોએ ચાર ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2 ઉપગ્રહ દ્ધારા લેવામાં આવેલી પૃથ્વીની તસવીરો રીલિઝ કરી હતી. નોંધનીય છે કે ચંદ્રયાન-2, ત્રણ મોડ્યુલ અવકાશ યાન છે જેમાં ઓર્બિયર, લેન્ડર અને રોવર છે. તેને 22 જૂલાઇના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર ઉતરશે.#ISRO Lunar surface imaged by Terrain Mapping Camera-2(TMC-2) of #Chandrayaan2 on August 23 at an altitude of about 4375 km showing craters such as Jackson, Mach, Korolev and Mitra (In the name of Prof. Sisir Kumar Mitra)
For more images please visit https://t.co/ElNS4qIBvh pic.twitter.com/T31bFh102v — ISRO (@isro) August 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement