ITBP Bus Accident: ITBP જવાનોની બસને કાશ્મીરમાં નડ્યો અકસ્માત, 6 જવાનોના મોત
ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી.
ITBP Bus Accident: જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમરનાથ યાત્રા ડ્યુટીમાં રોકાયેલા ITBP જવાનોને લઈને જતી બસને અકસ્માત નડ્યો હતો. બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માતમાં 6 જવાનોના મોત થયા છે જ્અયારે નેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.
ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 જવાન આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls the into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/PTH8SG6yG0
— ANI (@ANI) August 16, 2022
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls the into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/PTH8SG6yG0
— ANI (@ANI) August 16, 2022
જાણકારી અનુસાર બસની બ્રેક ફેલ થયા બાદ તે બેકાબુ થઈ ગઈ અને ઉંડી ખીણમાં પડી ગઈ. તમામ જવાન ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં જવાનોના ઘાયલ થવાની આશંકા છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરનાથ યાત્રાનું સમાપન થયું છે. આવી સ્થિતિમાં, આ યાત્રામાં તૈનાત સુરક્ષા દળો પોતપોતાના યુનિટમાં પરત ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૈનિકો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થતાં બસ ખાઈમાં પડી હતી. બસ નદી કિનારે ઘણી નીચે ખીણમાં પડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણું નુકસાન થવાની આશંકા છે.