Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત, માર્ગરેટ અલ્વાની હાર
Vice President Election 2022: જગદીપ ધનખડ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે.
![Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત, માર્ગરેટ અલ્વાની હાર Jagdeep Dhankhad won the Vice President election 2022 Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત, માર્ગરેટ અલ્વાની હાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/06/af22d34d7911eff82f73b549970c49e41659790726_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagdeep Dhankhad won the Vice President election 2022 : દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત થઇ છે અને વિપક્ષના માર્ગરેટ અલ્વાની હાર થઇ છે. જગદીપ ધનખડ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે, અને 11 ઓગષ્ટે 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ શપથગ્રહણ કરશે.
જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 725 સાંસદોએ મતદાન કર્યું હતું. જેમાંથી જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં, જયારે માર્ગરેટ અલ્વાને 182 વોટ મળ્યાં , જયારે 15 વોટ રદ્દ કરવામાં આવ્યા.
NDA candidate Jagdeep Dhankar declared the Vice President of India pic.twitter.com/SwxtHArqxK
— ANI (@ANI) August 6, 2022
725 સાંસદોએ મતદાન કર્યું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 725 સાંસદોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સની દેઓલ અને સંજય ધોત્રે સ્વાસ્થ્યના કારણોસર મતદાન કરી શક્યા નથી. ટીએમસીએ ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શેવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ મતદાન કર્યું એટલે કે 34 ટીએમસી સાંસદોએ મતદાન કર્યું ન હતું.
કુલ 93 ટકા મતદાન થયું
શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 93 ટકા મતદાન નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે 50થી વધુ સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. અધિકારીઓએ જણાવ્યું કે કુલ 780 સાંસદોમાંથી 725 સાંસદોએ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કર્યું. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીથી દૂર રહેવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. જો કે, તેના બે સાંસદો, શિશિર કુમાર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ પોતાનો મત આપ્યો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)