શોધખોળ કરો

Jairam Ramesh: કોગ્રેસ નેતા જયરામ રમેશે સંસદની સ્ટેન્ડિંગ કમિટીઓમાંથી રાજીનામું આપ્યું, જાણો કેમ લીધો આ નિર્ણય

Jairam Ramesh:અગાઉ જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી

Jairam Ramesh Resigns: કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે (9 ઓગસ્ટ) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. જયરામ રમેશે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને આ પદ પર રહેવાનો કોઇ અર્થ નથી.

અગાઉ જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની જોઇન્ટ કમિટીને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરી રહ્યા છે. જયરામે કહ્યું કે સરકારે જાણી જોઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યા નથી.

ટ્વીટ કરીને જણાવ્યું કે કેમ રાજીનામું આપ્યું

જયરામ રમેશે તેના રાજીનામા અંગે ટ્વિટ પણ કર્યું અને તેમણે લખ્યું હતુ કે 'આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, 1980 અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. આટલું જ નહીં, સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે DNA ટેક્નોલોજી (ઉપયોગ અને એપ્લિકેશન) નિયમન બિલ, 2019 પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમિનલ પ્રોસિજર (ડિટેક્શન) એક્ટ, 2022થી દૂર કરી દીધો છે.

કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા

વધુમાં તેમણે કહ્યું હતું કે "આ સંજોગોમાં મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહેવાનું  કોઇ મહત્વ દેખાતું નથી. જે વિષયો મારા હૃદયની ખૂબ નજીક છે અને મારી શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને અનુરૂપ છે. સ્વયંભૂ, સર્વજ્ઞ અને વિશ્વગુરુના આ યુગમાં આ બધું અપ્રાસંગિક છે. મોદી સરકારે વધુ એક સંસ્થાકીય તંત્રને નકામું બનાવી દીધું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહીRobbery Attempt in Ahmedabad: જ્વેલર્સ સ્ટાફની સતર્કતાથી 2.40 કરોડની લૂંટનો પ્રયાસ નિષ્ફળPakistan Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક,  બલૂચ આતંકીઓએ 100થી વધું લોકોને બંધક બનાવ્યાNavsari News : નવસારીમાં ટ્રેનની અડફેટે 2 યુવકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ

Embed widget