શોધખોળ કરો
Advertisement
બોર્ડર પર ભારત-ચીનના સૈનિકની અથડામણ વચ્ચે વિદેશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
એસ જયશંકરે કહ્યું કે, દુનિયાના દરેક દેશની જેમ ભારત પણ ચીનની ઉન્નતિથી પરિચિત છે, પરંતુ ભારતની તરક્કી પણ એક વૈશ્વિક ગાથા છે. વિદેશ મંત્રી જયશંકરે ડિજીટલ કાર્યક્રમમાં ચીનની ઉભાર, ભારત પર તેની અસરની સાથે સાથે બન્ને દેશોના સંબંધો પર પ્રભાવના સવાલો પર પર જવાબ આપ્યા હતો
નવી દિલ્હીઃ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બન્ને દેશો અને દુનિયા માટે ખુબ મહત્વના છે, એટલા માટે બન્ને દેશોએ આ ઇશ્યૂને શાંતિથી સૉલ્વ કરવો જોઇએ. અમેરિકા- ભારત રણનીતિક ભાગીદારી મંચ પરથી સંવાદ દરમિયાન એસ.જયશંકરે આ નિવેદન આપ્યુ હતુ.
એસ જયશંકરે કહ્યું કે, દુનિયાના દરેક દેશની જેમ ભારત પણ ચીનની ઉન્નતિથી પરિચિત છે, પરંતુ ભારતની તરક્કી પણ એક વૈશ્વિક ગાથા છે. વિદેશ મંત્રી જયશંકરે ડિજીટલ કાર્યક્રમમાં ચીનની ઉભાર, ભારત પર તેની અસરની સાથે સાથે બન્ને દેશોના સંબંધો પર પ્રભાવના સવાલો પર પર જવાબ આપ્યા હતો. પૂર્વીય લદ્દાખની સીમા પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા તણાવ બાદ વિદેશ મંત્રીનુ આ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમના મતે આ વિવાદની અસર વેપાર સહિત રોકાણ અને બીજા અન્ય સંબંધો પર પડ્યા છે.
તેમને પોતાના પુસ્તકનો હવાલો આપતા કહ્યું કે, દુનિયાના અન્ય દેશોની જેમ, અમે પણ ચીનની ઉન્નતિથી પરિચિત છીએ. અમે ચીનના પાડોશી છીએ, અને પાડોશી હોય ત્યારે તેના ઉભારથી સીધો પ્રભાવ અમને પડવાનો છે, જે મે મારા પુસ્તકમાં કહ્યું છે. તેમને પોતાના પુસ્તક ધ ઇન્ડિયા વે સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડનો ઉલ્લેખ કર્યો, આ પુસ્તકનુ હજુ વિમોચન નથી થયુ.
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત પણ આગળ વધી રહ્યુ છે, પરંતુ તેની ઝડપ ચીન જેટલી નથી. તેમને કહ્યું કે, જો તમે છેલ્લા 30 વર્ષોમાં જોશો તો ભારતની ઉન્નતિમાં વૈશ્વિક કહાન છે.જો તમારી પાસે બે દેશ છે, બે સમાજ છે, જેની વસ્તી અરબોમાં છે,ઇતિહાસ છે. સંસ્કૃતિ છે, તો એ ખાસ છે, કે તેમની વચ્ચે સંતુલન અને સમજ કેળવાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion