Reasi Bus Accident: જમ્મુ કાશ્મીરમાં યાત્રાળુઓથી ભરેલી બસ પર આતંકીઓએ કર્યું ફાયરિંગ, બસ ખાઈમાં પડતા 10ના મોત
Reasi Bus Accident: જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં એક માર્ગ અકસ્માતના સમાચાર છે. અહીં યાત્રાળુઓથી ભરેલી બસ ખાડામાં પડી છે. ઘટનામાં મોટી જાનહાની થઈ છે.
Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં રવિવારે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ બસ રિયાસી જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ બસ અકસ્માતનો ભોગ બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ જિલ્લાના શિવખોડી તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં હુમલાના કારણે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે.
#WATCH | 10 people dead as a bus rolls down a gorge in Jammu & Kashmir's Reasi, confirms DC Reasi Vishesh Mahajan.
— ANI (@ANI) June 9, 2024
Details awaited. pic.twitter.com/T7d38iURIw
બીજી તરફ રિયાસીના જિલ્લા કલેક્ટર વિશેષ મહાજને ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બસ ખાઈમાં પડી જવાને કારણે 10 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો. આ બસ શ્રદ્ધાળુઓને શિવ ઘોડી મંદિર લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર, પોની વિસ્તારના તેરિયાથ ગામમાં બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા પછી, રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની ટીમોને તાત્કાલિક બચાવ માટે મોકલવામાં આવી હતી.
ઘટનાનો એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં બસ રસ્તાથી કેટલાય ફૂટ નીચે પડી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ખાઈમાં પડ્યા બાદ તેમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ તેમાંથી બહાર આવીને મોટા પથ્થરો પર પડ્યા. મૃતકોમાં પુરૂષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે.
હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ શકી નથી
એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે આતંકવાદીઓએ શિવખોડીથી કટરા જઈ રહેલી પેસેન્જર બસ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ખાઈમાં પડી ગઈ. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ શકી નથી. તેઓ સ્થાનિક નથી. શિવખોડી તીર્થસ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે અને વિસ્તારને નિયંત્રણમાં લેવામાં આવ્યો છે. તે જ સમયે, આ ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.