શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં સરકારના એક્શનથી અફરાતફરી, રાજકીય પક્ષોએ બોલાવી બેઠક
રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને જમ્મૂ-કાશ્મીર પીપલ્સ મૂવામેન્ટે તાત્કાલિક બેઠક બોલાવી છે.
![જમ્મુ-કાશ્મીરમાં સરકારના એક્શનથી અફરાતફરી, રાજકીય પક્ષોએ બોલાવી બેઠક jammu kashmir emergency meeting of political parties જમ્મુ-કાશ્મીરમાં સરકારના એક્શનથી અફરાતફરી, રાજકીય પક્ષોએ બોલાવી બેઠક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/02201745/jammu-kashmir.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: આતંકી હુમલાની આશંકાને જોતા જમ્મૂ-કાશ્મીર પ્રશાસને સુરક્ષાને લઈને એક એડવાઈઝરી જાહેર કરતા અમરનાથ યાત્રાને અધવચ્ચે જ અટકાવી દિધી છે અને તમામ મુસાફરોને જેમ બને તેમ જલ્દી કાશ્મીર ખાલી કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરક્ષા સાથે જોડાયેલ પરિસ્થિતિ જોતા રાજ્યની પ્રમુખ પાર્ટીઓએ તાત્કાલિક બેઠક બોલાવી છે.
સૂત્રો તરફથી મળેલી આતંકી હુમલાની આશંકાને પગલે રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને જમ્મૂ-કાશ્મીર પીપલ્સ મૂવામેન્ટે તાત્કાલિક બેઠક બોલાવી છે. તમામ પાર્ટીઓએ આ તાત્કાલિક બોલાવવામાં આવેલી બેઠકમાં પોત પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતાં.
પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ કહ્યું, 'મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યનો પ્રેમ જીતવામાં નિષ્ફળ રહ્યા છો આ રાજ્યએ ધર્મના આધારે જવાને બદલે સેક્યૂલર ભારતે પસંદ કર્યું છે.' આ અગાઉ કાશ્મીર ખીણમાં 28 હજાર જવાનો તેનાત કરવામાં આવ્યા છે. હવે અચાનક પવિત્ર અમરનાથ યાત્રા રદ્દ કરવાના અને યાત્રીઓને તેમના ઘરે પાછા ફરવાને લઈને આપવામાં આવેલી સૂચનાને પગલે કાશ્મીરમાં ચહેલપહેલ ભારે વધી ગઈ છે.You failed to win over the love of a single Muslim majority state which rejected division on religious grounds & chose secular India. The gloves are finally off & India has chosen territory over people.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)