શોધખોળ કરો
Advertisement
POK પર ભારતના દાવા પર કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું- શું POK ભારતના બાપનું છે
જમ્મુ-કશ્મીર: જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલાએ શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતું. અબ્દુલ્લાએ ભારતીય સંસદમાં પીઓકેને દેશનું અભિન્ન અંગ ગણાવવાના પ્રસ્તાવ પર બોલતા કહ્યું કે...’ શું આ તમારા બાપનું છે’ અબ્દુલા રાજ્યના ચેનાબ ધાટીમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. કાર્યક્રમમાં તેમના પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલા પણ હાજર હતા. ભારત માનતુ આવ્યું છે કે પીઓકે ભારતીય રાજ્ય ક્શમીરનું અભિન્ન અંગ છે.
ન્યૂઝ 18ની રિપોર્ટ મુજબ અબ્દુલાએ કહ્યું કે પીઓકે હાલ પાકિસ્તાનના કબ્જામાં છે. આ ભારતની પોતાની મિલ્કત નથી જેથી તેઓ પોતાના બાપ-દાદા પાસેથી મળેલી મિલ્કતની જેમ દાવો ન કરી શકે. અબ્દુલા ક્શમીર મુદ્દે પાકિસ્તાનને પણ એક પક્ષ બતાવ્યો હતો. અબ્દુલાએ કહ્યું ભારત સરકારને પણ તેનો સ્વીકાર કર્યો છે. અબ્દુલાએ કહ્યું ભારત સરકાર પાસે પાકિસ્તાન સાથે વાતચીત કરવા સિવાય કોઈ વિક્લ્પ નથી. જેથી જમ્મુ-ક્શમીરના લોકો પર કરવામાં આવતા અત્યાચાર બંધ થઈ શકે.
કૉંગ્રેસની યુપીએ સરકારમાં કેંદ્રીય મંત્રી રહી ચુકેલા અબ્દુલાએ કહ્યું ક ભારતમાં એટલી હિંમ્મત નથી કે તે પીઓકેને પાકિસ્તાન પાસેથી લઈ શકે. અને પાકિસ્તાનમાં પણ ક્શમીરની ઝુટવી લેવાની તાકાત નથી. બંને દેશો વચ્ચે ફસાઈ જનતાએ કષ્ટ સહન કરવો પડી રહ્યો છે.
અબ્દુલાએ નોટબંધીને લઈને પ્રધાનમંત્રીની આલોચના કરતા કહ્યું જેમના લગ્ન ન થયા હોય તેમને ખ્યાલ નહી હોય કે દિકરીના લગ્ન અઢી લાખ રૂપિયામાં કરવા મુશ્કેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement