શોધખોળ કરો

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

IND Vs AUS 5th Test: સિડની ટેસ્ટમાં ભારતનો 6 વિકેટે પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 3-1ના માર્જિનથી જીતી છે.

IND vs AUS 5th Test Match Report: ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25)માં 3-1થી જીત મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. સિડની ટેસ્ટની ચોથી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને કાંગારુઓએ 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, જે દેખીતી રીતે જ ખોટું સાબિત થયું. રોહિતે આ મેચમાંથી પોતાને બહાર કરી દીધો હતો, જેના કારણે જસપ્રીત બુમરાહ કેપ્ટન્સી કરતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 185 રન પર સમેટાઈ ગયો હતો. ભારતીય બેટિંગ લાઇન અપ ફરી નિષ્ફળ સાબિત થઈ, પરંતુ બોલરોએ ટીમ ઈન્ડિયા માટે પુનરાગમન કર્યું અને કાંગારૂ ટીમને 181 રનમાં સમેટી દીધી. આ રીતે ભારતે 4 રનની લીડ મેળવી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ 162 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો

સિડની ટેસ્ટના બીજા દિવસે જસપ્રીત બુમરાહ લંચ બ્રેક બાદ માત્ર એક ઓવર જ ફેંકી શક્યો હતો, ત્યારબાદ તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટ્સમેનો નિષ્ફળ સાબિત થયા હતા. રિષભ પંતે 33 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતને બીજી ઈનિંગમાં 150 રનનો સ્કોર પાર કરવામાં મદદ મળી હતી. ભારતે બીજી ઇનિંગમાં 157 રનમાં ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટ્રેવિસ હેડ અને બ્યુ વેબસ્ટરે ભારતની જીત છીનવી લીધી
જસપ્રીત બુમરાહ ત્રીજા દિવસે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ બોલિંગ કરવા માટે ફિટ નહોતો. તેમની ગેરહાજરીમાં, કૃષ્ણાએ ધમાલ મચાવી, પરંતુ તેમને બીજા છેડેથી સમર્થન મળ્યું નહીં. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 58 રનના સ્કોર પર 3 વિકેટે હતો. પરંતુ અહીંથી ટ્રેવિસ અને ઉસ્માન ખ્વાજાએ 46 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો હતો. ખ્વાજાએ 41 રન બનાવ્યા અને ત્યારબાદ હેડે બ્યૂ વેબસ્ટર સાથે મળીને પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી. હેડે 34 રનની ઇનિંગ રમી હતી અને વેબસ્ટરે 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો...

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
જેલમાં જતા જ PM-CM ની ખુરશી  જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
જેલમાં જતા જ PM-CM ની ખુરશી  જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
મોટો ખુલાસો! 'અલ કાયદા ગુજરાત કાવતરા' કેસમાં 5 રાજ્યોમાં NIA ની મોટી કાર્યવાહી, જાણો શું મળ્યું
મોટો ખુલાસો! 'અલ કાયદા ગુજરાત કાવતરા' કેસમાં 5 રાજ્યોમાં NIA ની મોટી કાર્યવાહી, જાણો શું મળ્યું
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Embed widget