શોધખોળ કરો
Advertisement
J&K: હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ, 9 ઘાયલ
કુપવાડા: જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. આ સિવાય એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું છે. જ્યારે નવ જવાનો ઘાયલ છે. જેમાં સેનાના સાત અને સીઆરપીએફના બે જવાન સામેલ છે. આ પહેલા સવારે સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
ઘાયલ જવાનોને શ્રીનગરના બેઝ હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેમાં બે હાલત ગંભીર છે. આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના બાબગુંડ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ અપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધી જેના બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ઉત્તર કાશ્મીરના કુપવાડા સ્થિત હંદવાડ સેક્ટરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સવારથી જ આ અથડામણ ચાલું છે.
‘પાકિસ્તાન નહીં સુધરે’: જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓને મરાયા ઠાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion