શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયાંના કિગમ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં 4 આતંકીઓને ઠાર કર્યાં છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયાંના કીગમ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે હાલમાં અથડામણ ચાલી રહી છે. બન્ને તરફથી ફાયરિંગ ચાલી રહી છે. જેમાં સેનાએ અત્યાર સુધી 4 આતંકીઓને ઠાર કર્યાં છે. સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સાથે અથડામણ ચાલી રહી છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યુ ંકે સુરક્ષા દળોને આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. તેના આધારે શોપિંયાના દારમદોરા વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન આતંકીઓેએ સેના પર ફાયરિંગ શરુ કરી દીધું હતું.
Shopian Encounter Update: Two terrorists have been killed in ongoing encounter between terrorists and security forces in Daramdora area of Keegam in South Kashmir. Operation is going on. https://t.co/f6ZtfQtNPg
— ANI (@ANI) June 23, 2019આ પહેલા જમ્મુ-કાશ્મીરના બારામુલાના બોનિયારમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. પાંચ દિવસ પહેલા અનંતનાગમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા અને એક જવાન શહીદ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2019માં અત્યાર સુધી 110 જેટલા આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા છે. જ્યારે સેનાના 65 જવાનો શહીદ થઈ ગયા છે. વર્ષ 2018માં ઘાટીમાં 257 આતંકી માર્યા ગયા હતા. 2018માં 91 જવાન શહીદ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement