શોધખોળ કરો

પુલવામામાં મોટો આતંકી હુમલો: 2547 જવાન હોવા છતાં કઇ રીતે થઇ સુરક્ષામાં ચૂક ?, કેવી રીતે થયો હુમલો ?, જાણો વિગત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં જિલ્લામાં ગુરુવારે ઉરી બાદ સૌથી મોટો આંતકી હુમલો થયો છે. પુલવામામાં જૈશ-એ મોહમ્મદના એક આતંકીએ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના કાફલામાં એક બસને ટક્કર મારી હતી જેમાં 42 જવાન સવાર હતા. આ આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થઇ ગયા છે. ધમાકો એટલો જબરજસ્ત હતો કે બસનું કચ્ચરઘાણ થઇ ગયું હતું. પોલીસે આતંકવાદીની ઓળખ પુલવામાના કાકાપોરાનો રહેવાસી આદિલ અહમદ તરીકે કરી છે. તેઓએ જણાવ્યું કે અહમદ 2018માં જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં સામેલ થયો હતો. કેવી રીતે કરવામાં આવે છે સુરક્ષા સુરક્ષાદળોનો જ્યારે કોઈ મોટો કાફલો પસાર થાય છે ત્યારે હાઇવે પર સવારે 8 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધી સુરક્ષાદળ તૈનાત રહે છે. આ પ્રકારની મૂવમેન્ટ દરમિયાન પણ ચાર થી પાંચ ગાડીઓ કાફલાની સુરક્ષા માટે આગળ ચાલતી હોય છે. તે સિવાય કેટલાક જવાનો ચાલતા ચાલતા નજર રાખે છે કે કોઈ આતંકી કાફલામાં ઘુસવાનો પ્રયાસ ના કરે. દર 500 મીટરના અંતરે જવાન તૈનાત રહે છે. તેમ છતાં આ મોટો આતંકી હુમલો થવું સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળોનો કાફલો જ્યારે પસાર થાય છે તે દરમિયાન હાઇવે પર સામાન્ય લોકોની અવર જવર પર કોઈ રોક લગાવવામાં આવતી નથી. એવામાં આતંકવાદીઓએ આ વાતનો ફાયદો ઉઠાવીને મોટા હુમલાને અંજામ આપ્યો. કેવી રીતે થયો હુમલો પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક ફોર વ્હીલરમાં ફિદાયીન હુમલાવર બેઠો હતો અને તે IED વિસ્ફોટકથી ભરેલી ગાડી લઇને બસ સાથે ટકરાવી. આ બ્લાસ્ટ બાદ આતંકીઓએ ફાયરિંગ અને ગ્રેનેડ હુમલો પણ કર્યો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિમી સુધી સંભળાયો હતો. જે ફિદાયીન ગાડીનો ઉપયોગ પુલવામામાં હુમલાને અંજામ આપવા માટે કર્યો હતો તેમાં 200 કિલોથી વધુ વિસ્ફોટક ભર્યું હતું. આ કાફલામાં CRPFની લગભગ 78 વાહનો હતા અને તેમાં 2547 જવાન સવાર હતા. આ કાફલમાં સીઆરપીએફની 54મી, 179મી અને 34મી બટાલિયન એક સાથે જઈ રહી હતી. તે દરમિયાન 54મી બટાલિયનને પર આ હુમલો થયો. આતંકીઓ 3 વાગીને 37 મિનિટ પર પુલવામાના અવંતીપુરામાં લાતૂ મોડ પર કર્યો. આ હુમલો એ વખતે થયો જ્યારે સીઆરપીએફના જવાનો શ્રીનગરથી પુલવામાં જઈ રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget