![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
J&K: ફરી ધણધણ્યું શોપિયાં, આતંકીઓએ 3 બિન-કાશ્મીરી મજુરોને ગોળીઓ ધરબી
જ્યારે પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનને ઘેરી લીધું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવા ઓપરેશન હાથ ધર્યું હતું.
![J&K: ફરી ધણધણ્યું શોપિયાં, આતંકીઓએ 3 બિન-કાશ્મીરી મજુરોને ગોળીઓ ધરબી Jammu Kashmir : Terrorist Attack in Shopian District, 3 Non-Locals Shot J&K: ફરી ધણધણ્યું શોપિયાં, આતંકીઓએ 3 બિન-કાશ્મીરી મજુરોને ગોળીઓ ધરબી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/13/de4f037d8576a1d2d8a1bf2769fa8d1d1689267198361724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ તરત જ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
જ્યારે પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનને ઘેરી લીધું હતું. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધવા ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાથી ઘાયલ થયેલા મજૂરોની ઓળખ અનમોલ, હીરાલાલ અને પિન્ટો તરીકે થઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને અપાઈ રહ્યો છે અંજામ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલાની પેટર્ન બદલાઈ છે. હવે પોલીસ, સુરક્ષાદળોના બદલે સામાન્ય લોકો તેમાં પણ ખાસ કરીને બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવવામાં આવે છે.
આજે પણ આ જ પ્રકારની પેટર્ન જોવા મળી હતી. હુમલામાં ઘાયલ થયેલા તમામ મજૂરો બિહાર રાજ્યના છે. મોડી સાંજે લગભગ 8:45 વાગ્યે હથિયારોથી સજ્જ બે નકાબધારી વ્યક્તિઓ બિન-સ્થાનિક મજૂરોના ભાડાના મકાનમાં પ્રવેશ્યા અને ગોળીબાર કરીને 3 બહારના મજૂરોને ઘાયલ કર્યા હતાં. આ ઘર ગગરાનના રહેવાસી સ્થાનિક વકીલ ઇર્શાદ હુસૈન સોફીનું છે. ઈજાગ્રસ્ત હાલતમાં મજૂરોને નજીકની જિલ્લા હોસ્પિટલ શોપિયાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને SMHS શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે ઘાયલ મજૂરો બિહારના સુપૌલ જિલ્લાના રહેવાસી છે. વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓને પકડવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
Jammu and Kashmir | Police and Army cordoned off the area in Gagran, Shopian after gunshots were heard in the area.
— ANI (@ANI) July 13, 2023
More details awaited
એક ઘુષણખોર આતંકી ઠાર
અગાઉ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે જણાવ્યું હતું કે, સૈનિકોએ સોમવારે રાત્રે (10 જુલાઈ) નૌશેરા સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના જૂથની શંકાસ્પદ હિલચાલ શોધી કાઢી હતી. ઘૂસણખોરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી અને જ્યારે તેઓ સુરક્ષા વાડની નજીક આવ્યા ત્યારે તેમને પડકારવામાં આવ્યા હતા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)