ટોક્યોમાં પીએમ મોદીએ કહ્યું, “ભારતની વિકાસ યાત્રામાં જાપાનની મહત્વની ભૂમિકા"
PM Modi in Japan : ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જાપાન ભારતના માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.
Tokyo, Japan : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારત અને જાપાન "કુદરતી ભાગીદારો" છે અને જાપાનના રોકાણોએ ભારતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જાપાન ભારતના માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.
પીટીઆઈએ પીએમ મોદીને ટાંકીને કહ્યું, "ભારત અને જાપાન કુદરતી ભાગીદારો છે. જાપાને ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જાપાન સાથેના અમારા સંબંધો આત્મીયતા, આધ્યાત્મિકતા, સહકાર અને સંબંધના છે." જાપાનની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદીએ ભારત-જાપાન સહયોગના અનેક ઉદાહરણો પણ ટાંક્યા.
हमारी इस कैपेसिटी के निर्माण में जापान एक अहम भागीदार है।
— PMO India (@PMOIndia) May 23, 2022
मुंबई-अहमदाबाद हाई स्पीड रेल हो, दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर हो, dedicated freight corridor हो, ये भारत-जापान के सहयोग के बहुत बड़े उदाहरण हैं: PM @narendramodi
પીએમ મોદીએ કહ્યું, "ભારત તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણમાં જે ઝડપે વધારો કરી રહ્યું છે તે ઝડપ અને માપદંડને આજે વિશ્વ અનુભવી રહ્યું છે. જાપાન અમારી ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે."
તેમણે ઉમેર્યું હતું કે, "મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અથવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર એ ભારત-જાપાન સહયોગના ઉત્તમ ઉદાહરણો છે."
'ભારત માતા કી જય'ના નારાઓ વચ્ચે ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 'આજના વિશ્વને ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલવાની જરૂર છે. આજે વિશ્વની સામે પડકારોથી માનવતાને બચાવવાનો આ માર્ગ છે, પછી તે હિંસા હોય, અરાજકતા, આતંકવાદ અને આબોહવા પરિવર્તન."
પીએમ મોદીએ વધુમાં કહ્યું, "જ્યારે પણ હું જાપાન જાઉં છું, ત્યારે હું તમારો સ્નેહ જોઉં છું. તમારામાંથી ઘણા વર્ષોથી જાપાનમાં સ્થાયી થયા છે અને જાપાની સંસ્કૃતિને આત્મસાત કરી રહ્યાં છે. તેમ છતાં, ભારતીય સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેની નિષ્ઠા સતત વધી રહી છે."
પીએમ મોદી, જેઓ તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર ટોક્યોની મુલાકાતે છે, તેઓ 24 મેના રોજ ક્વાડ સમિટમાં ભાગ લેશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાન પીએમ કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ સમિટમાં ભાગ લેશે.
દિવસની શરૂઆતમાં, પીએમ મોદીએ જાપાની બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી, જેમાં 34 જાપાનીઝ કંપનીઓના ટોચના અધિકારીઓ અને સીઈઓ હાજર રહ્યા હતા. કંપનીઓએ ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, સ્ટીલ, ટેકનોલોજી, વેપાર અને બેંકિંગ અને ફાઈનાન્સ સહિતના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.