શોધખોળ કરો

કોરોના સંક્રમણ અટકાવવા આ રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવાયું, નિયમો વધુ કડક કરાયા

રાજ્યના બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ અથવા ઈસ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત રહેશે. આ નિયમ તે વ્યક્તિઓ માટે લાગુ નહીં પડે જેઓ 72 કલાકની અંદર રાજ્યની બહાર જશે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંકટને ઘટાડવા માટે  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. ઘણા રાજ્યોએ કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવી દીધું છે. તેની વચ્ચે ઝારખંડ સરકારે (Jharkhand Govt) લોકડાઉન (Lockdown0બે અઠવાડિયા માટે લંબાવી દીધું છે અને તેને વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન(Jharkhand CM)ની અધ્યક્ષતામાં રાજ્યમાં આરોગ્ય સુરક્ષા સપ્તાહની અવધિ બે અઠવાડિયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય સુરક્ષા સપ્તાહ 27 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. હેમંત સોરેને કહ્યું કે, કોરોનાના ચેપની ચેન તોડવા માટે લોકડાઉનના નિયમો કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના જારી કરેલા સૂચનોથી હવે નવા પ્રતિબંધ અમલમાં રહેશે. 

16 મેના રોજ સવારે 6 વાગ્યા પહેલાં જાહેર કરેલા પ્રતિબંધો ઉપરાંત  નવી પ્રતિબંધો અમલી રહેશે. આ અંતર્ગત રાજ્યના બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ અથવા ઈસ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત રહેશે. આ નિયમ તે વ્યક્તિઓ માટે લાગુ નહીં પડે જેઓ 72 કલાકની અંદર રાજ્યની બહાર જશે. આ ઉપરાંત ઝારખંડમાં ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ બસોનું સંચાલન પ્રતિબંધિત રહેશે. ખાનગી વાહનોની અવરજવર ઇ-પાસ પર રહેશે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના બુધવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
  • કુલ મોત - 2 લાખ 54 હજાર 197

17 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 52 લાખ 35 હજાર 991 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget