શોધખોળ કરો

Jharkhand Political Crisis: CM હેમંત સોરેન સાથે રાંચી પરત ફર્યા ધારાસભ્યો, જાણો શું કહી વાત 

ઝારખંડ(jharkhand)માં આ સમયે જબરદસ્ત રાજકીય હંગામો ચાલી રહ્યો છે. સીએમ હેમંત સોરેન(CM Hemant Soren)  તેમના ધારાસભ્યો સાથે લાતરાતુ ડેમ(Latratu Dam) થી બસ દ્વારા રાંચી પરત ફરી રહ્યા છે.

Jharkhand Politics: ઝારખંડ(jharkhand)માં આ સમયે જબરદસ્ત રાજકીય હંગામો ચાલી રહ્યો છે. સીએમ હેમંત સોરેન(CM Hemant Soren)  તેમના ધારાસભ્યો સાથે લાતરાતુ ડેમ(Latratu Dam) થી બસ દ્વારા રાંચી પરત ફરી રહ્યા છે. એબીપીના રિપોર્ટરે સૌપ્રથમ ધારાસભ્યોના બસ દ્વારા પરત ફરવાના સમાચાર દર્શાવ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) પણ તમામ ધારાસભ્યોને ત્રણ બસમાં ભરવા માટે બહાર આવ્યા છે. મુખ્યમંત્રીનો આખો સુરક્ષા કાફલો પણ બસો સાથે નીકળી પડ્યો છે.

હેમંત સોરેનની મુખ્યમંત્રીની ખુરશી જવાની સંભાવનાને જોતા ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટમાં શિફ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. શનિવારે હેમંતે રાંચીના સીએમ આવાસ પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હાજરી આપવા માટે ધારાસભ્યો પોતાની સાથે સામાન લઈને આવ્યા હતા. તમને જણાવી દઈએ કે એવી અટકળો ચાલી રહી હતી કે રાજ્યની ગઠબંધન સરકારના ધારાસભ્યોને છત્તીસગઢ અથવા પશ્ચિમ બંગાળમાં રાખવામાં આવી શકે છે. બંને રાજ્યોમાં બિન-ભાજપ સરકારો છે. ત્રણ લક્ઝરી બસો પણ ધારાસભ્યો અને સુરક્ષા કર્મચારીઓને રોડ માર્ગે લઈ જવા માટે રાંચી પહોંચી હતી. તેની સુરક્ષામાં કેટલાક વાહનો પણ લગાવવામાં આવ્યા હતા.

જેએમએમના જનરલ સેક્રેટરી સુપ્રિયો ભટ્ટાચાર્યએ મીડિયાને જણાવ્યું કે અમારા તમામ ધારાસભ્યોને 'પતરાતુ' જવું હતું, પરંતુ જાણીજોઈને અમે તેમને ખુંટી જિલ્લામાં 'લાતરાતુ' લઈ ગયા કારણ કે ભાજપ તે જ ભાષા સમજે છે. તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનના 45 ધારાસભ્યો, મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં, રાત્રે સાત વાગ્યે ખુંટીમાં પિકનિક સ્પોટ 'લાતરાતુ'ની મુલાકાત લીધા પછી રાંચી પાછા ફર્યા, બધાની  બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું કે સાંજે 7 વાગ્યાથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી સોરેન, કોંગ્રેસના ઝારખંડ એકમના પ્રભારી અવિનાશ પાંડે પણ હાજર રહેશે.

કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું

કોંગ્રેસના ઝારખંડ પ્રભારી અવિનાશ પાંડેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું. બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોને આતંકિત કરીને દેશમાં અઘોષિત કટોકટીની સ્થિતિ સર્જાઈ રહી છે, જે દેશની લોકશાહી માટે મોટો ખતરો છે. ઝારખંડના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને શાસક ગઠબંધનના ધારાસભ્યોની બેઠક પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે ઝારખંડમાં અમારી સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ગઠબંધન એકજૂટ છે અને સરકારને કોઈ ખતરો નથી. સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું કે કોંગ્રેસના ઝારખંડ યુનિટના પ્રભારી અવિનાશ પાંડે રાંચી પહોંચ્યા, શાસક મહાગઠબંધનના તમામ ધારાસભ્યોની સમીક્ષા બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે.

ત્રણ વખત ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે

વાસ્તવમાં હેમંત સોરેન(Hemant Soren)ને ધારાસભ્ય (MLA)તરીકે ગેરલાયક ઠેરવવાનો ખતરો ઉભો થયો છે. તે જ સમયે, પરિસ્થિતીનો સામનો કરવા માટેની વ્યૂહાત્મક તૈયારી(strategic preparation)ને ધ્યાનમાં રાખીને, શાસક ગઠબંધન(Ruling Coalition)ના ધારાસભ્યોની ત્રણ વખત બેઠક બોલાવવામાં આવી છે. રાજભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યપાલ રમેશ બૈસ શનિવારે ભારતના ચૂંટણી પંચને સોરેનને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવતો આદેશ મોકલે તેવી શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget