શોધખોળ કરો

Jharkhand Rajya Sabha Results: પરિમલ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા.

ઝારખંડની બે અને મિઝોરમની એક બેઠક સહિત બે રાજ્યોમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આજે મતદાન થયું. ઝારખંડની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે મિઝોરમમાં એક બેઠક માટે બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે પરિણામો આવ્યા ત્યારે ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના એક ઉમેદવારે જીત મેળવી અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી પણ વિજયી બન્યા છે. 

પરિમલ નથવાણીની જીત થઈ 

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીએ રાજ્યસભાની ચૂંટણી જીતી છે. મહાગઠબંધનના ઘટક ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર વૈદ્યનાથ રામ પણ જીત્યા હતા. કોંગ્રેસે આ ચૂંટણીમાં પ્રણવ ઝાને મેદાનમાં ઉતાર્યા હતા. પરિમલ નથવાણીને 28 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને 19 મત મળ્યા, અને જેએમએમના ઉમેદવાર વૈદ્યનાથ રામને 31 મત મળ્યા. ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. રાજકીય વિશ્લેષકો માને છે કે રાજ્યસભા ચૂંટણીના આ પરિણામ ઝારખંડ સરકારની સ્થિરતાને અસર કરી શકે છે.

પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ ધરાવે છે. 

પોતાની આ જીતમાં સહયોગ બદલ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ, રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ  નીતિન નબીન, ઝારખંડ ભાજપ પ્રમુખ આદિત્ય સાહુ, ઝારખંડ વિધાનસભામાં ભાજપના નેતા બાબુલાલ મરાંડી, ભાજપના મુખ્ય વ્હીપ નવીન જયસ્વાલ તેમજ ભાજપ અને NDAના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોનો પોતાના આ વિજયમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો.

રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે  પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, "અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Advertisement

વિડિઓઝ

Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget