શોધખોળ કરો

આસામ પોલીસે કરેલા કેસ અંગે જિગ્નેશ મેવાણીએ કહ્યું - "આ 56 ઈંચની કાયરતા છે, લાલ કિલ્લા ઉપર ગોડસે મુર્દાબાદ બોલી બતાવો"

આસામ પોલીસ દ્વારા ધકપકડ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્માં મેવાણીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.

Jignesh Mevani PC: આસામ પોલીસ દ્વારા ધકપકડ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્માં મેવાણીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, "મને બરબાદ કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. તે (આસામ પોલીસ) મને સાથે લઈ ગયા પણ કેસ વિશે કંઈ પણ જણાવ્યું નહોતું. હું એક વકીલ પણ છું પરંતુ મારા ઉપર કઈ કલમો લગાવામાં આવી તેની મને જાણકારી પણ નહોતી અપાઈ. ત્યાં સુધી કે મને મારા પરિવાર સાથે પણ મને વાતચીત નહોતી કરવા દીધી."

56 ઈંચની કાયરતાઃ
જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં કહ્યું કે, જ્યારે મને જામીન મળી ગયા ત્યાર બાદ તરત જ એક મહિલા દ્વારા મારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. આ 56 ઈંચની કાયરતા છે. આસામ કોર્ટે આ FIRને ખોટી ગણાવી હતી અને પોલીસ ઉપર ગંભીર સવાલ કર્યા હતા. 19 તારીખે મારી સામે ફરિયાદ દાખલ કરાઈ અને તરત જ આસામ પોલીસ 2500 કિમી દુરથી મને ધરપકડ કરવા માટે ગુજરાત પહોંચી ગઈ. મારી ધરપકડ કરતી વખતે આતંકવાદીની ધરપકડ કરાય એવો માહોલ બનાવામાં આવ્યો. મારી અને મારી ટીમના કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા મને શંકા છે કે તેમાં જાસુસી સોફ્ટવેર નાખી દેવામાં આવ્યા છે.

PMOમાં બેઠેલા ગોડસેના ભક્તોએ FIR કરાવીઃ
જિગ્નેશ મેવાણીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે, "પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠેલા નાથૂરામ ગોડસેના ભક્તોએ તેમના ઉપર ખોટી એફઆઈઆર કરાવી છે. જો ગોડસે ભક્ત કહેવા અંગે આપત્તિ હતી તો લાલ કિલ્લા ઉપર ઉભા રહીને ગોડસે મુર્દાબાદનો નારો લગાવીને બતાવો. ગુજરાતમમાં ચૂંટણી થવાની છે એટલા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે. પહેલાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો અને હવે મને ખતમ કરવા માંગે છે. દલિત નેતાઓને પીએમ મોદી હજમ નથી કરી શકતા."

ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશેઃ
જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, જો યુવાનો ઉપર કરવામાં આવેલા આંદોલનના કેસ પરત નહી ખેંચવામાં આવે, પેપર લીકના બનાવ, ડ્રેગ્સના કેસ, બળાત્કારના કેસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો 1 જૂનના રોજ ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે અને ગુજરાત બંધ કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget