શિફ્ટ પુરી થતાં જ કૉમ્પ્યુટર થઇ જશે બંધ, વધુ સમય સુધી નહીં કરી શકો કામ... IT કંપનીએ તૈયાર કર્યુ અનોખુ સૉફ્ટવેર
આ કંપની મધ્યપ્રદેશની છે, જેની એચઆર તન્વી ખંડેલવાલે પોતાની ઓફિસના વર્ક કલ્ચરની પ્રસંશા કરતાં સોશ્યલ મીડિયા પર આ પૉસ્ટ નાંખી.
નવી દિલ્હીઃ ઓફિસ અવર્સની જ્યારે વાત આવે છે, તો મોટાભાગની જગ્યાએ કર્મચારીઓની એ ફરિયાદ મળે છે, કે તેમને મોડે સુધી કામ કરવુ પડે છે કે શિફ્ટ પુરી થવા છતાં તેમનું કામ પુરુ નથી થતુ. આવામાં મધ્ય પ્રદેશની એક આઇટી કંપનીએ અનોખી પહેલ કરી છે, અને કર્મચારીઓના ફેવરમાં પગલુ ભર્યુ છે. આ અંતર્ગત તેમન એક સૉફ્ટવેર ડેવલપ કર્યુ છે, જે શિફ્ટના અવર્સ પુરા થવા પર કૉમ્પ્યુટર બંધ કરી દે છે, અને તે પહેલા એમ્પ્લૉઇને વૉર્નિંગ આપે છે. કૉમ્પ્યુટર કહે છે કે, દસ મિનીટમાં તમારી સિસ્ટમ બંધ થઇ જશે. સમય પુરો થઇ ગયો છે, અને તમે તમારા ઘરે જઇ શકો છો.
વર્ક અને પ્રૉફેશનલ લાઇફને કરશે બેલેન્સ -
લોકોને હંમેશા કામ અને ઘરની વચ્ચે બેલેન્સ ગોઠવવામાં સમસ્યા આવે છે, ઘણીવાર કામ પુરુ નથી થતુ, ઘણીવાર કર્મચારી લેટ લતીફીમાં કામ કરે છે, તો ઘણીવાર તેના બૉસ તેને મોડે સુધી કામ કરવા માટે રોકાવવાનું કહે છે. આવામાં આ સૉફ્ટવેર ખુબ કામનુ સાબિત થઇ શકે છે, અને બીજી કંપનીઓ માટે એક મોટુ ઉદાહરણ પણ બની શકે છે.
એમપીની છે આ કંપની -
આ કંપની મધ્યપ્રદેશની છે, જેની એચઆર તન્વી ખંડેલવાલે પોતાની ઓફિસના વર્ક કલ્ચરની પ્રસંશા કરતાં સોશ્યલ મીડિયા પર આ પૉસ્ટ નાંખી. તે સૉફ્ટગ્રેડ કંપનીમાં એચઆર તરીકે કામ કરે છે લિન્ક્ડઇન પૉસ્ટ દ્વાાર તેને આ ઇમ્પ્રેસિવ વર્ક કલ્ચર વિશે બતાવ્યુ.
કૉમ્પ્યુટર પહેલા આપે છે વૉર્નિંગ -
તન્વીએ લખ્યું કે તેની સંસ્થા વર્ક લાઇફ બેલેન્સને સપોર્ટ કરે છે, અને તેમના ત્યાં આ બહુજ ઇમ્પ્રેસિવ વર્ક કલ્ચર છે. આ કૉમ્પ્યુટર બંધ થવાના દસ મિનીટ પહેલા વૉર્નિંગ આપે છે અને કર્મચારીને કામ પુરુ કરવાનું કહે છે. તે પછી લખે છે કે તમે તમારા ઘરે જાઓ. આ વિશેષ રિમાઇન્ડર શિફ્ટના કલાકો પુરા થયા પછી આવે છે, અને ડેસ્કટૉપને લૉક કરી દે છે.
'Shift Over, Please Go Home!' Company shuts desktops after work hours; LinkedIn post goes viral.
— Nirmal Jaswani (@nirmaljaswani) February 16, 2023
A post on LinkedIn shared by Indore-based SoftGrid Computers HR Tanvi Khandelwal has gone viral on social media.
In a recent post on…https://t.co/ZVwHYqB0RN https://t.co/6inPmZ5A3t
Education Loan Information:
Calculate Education Loan EMI