BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલા ગુજરાતને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ, ભાજપમાં મંથન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરી સુધીમાં થવાની હતી. એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે પરંતુ પાર્ટી હજુ પણ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રાહ જોઈ રહી છે.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરી સુધીમાં થવાની હતી. એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે પરંતુ પાર્ટી હજુ પણ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રાહ જોઈ રહી છે. ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં આટલા વિલંબ બાદ હવે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પાર્ટી નેતૃત્વ સક્રિય મોડમાં આવી ગયું છે.
ભાજપને મળશે નવા અધ્યક્ષ
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચેની બેઠક બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અધ્યક્ષની ચૂંટણી આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે. મળતી માહિતી મુજબ, ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થવા પાછળનું કારણ પ્રદેશ પ્રમુખોની ચૂંટણીની પેન્ડિંગ પ્રક્રિયા છે.
ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે 19 રાજ્યોમાં ચૂંટણી જરૂરી છે. આ રાજ્યોમાં અધ્યક્ષની પસંદગી કરવી જરૂરી છે. નામાંકન દ્વારા અધ્યક્ષની નિમણૂક કરી શકાતી નથી. અત્યાર સુધી 14 રાજ્યોમાં પ્રમુખની ચૂંટણી થઈ ચૂકી છે પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પાંચ પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થવાની બાકી છે.
કહેવાય છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં પાંચ મોટા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો માટેના નામ પર ચર્ચા થઈ હતી. જે પાંચ રાજ્યો માટે પ્રદેશ પ્રમુખો માટેના નામોની ચર્ચા થઈ હતી તેમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઓડિશાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે મોટા રાજ્યોમાં અધ્યક્ષના નામ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. આ પછી, પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરશે અને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ છે. દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને ચર્ચાનો દોર ચાલ્યો હતો. કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે સમય નક્કી કરશે.
ગુજરાતમાં પણ ઓબીસી નેતાને ભાજપનું અધ્યક્ષ પદ આપવામાં આવે તેવી ચર્ચાઓ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સીઆર પાટીલે પ્રેસ કૉન્ફરન્સમાં સંકેત આપ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં લડાશે. એક વ્યક્તિ એક પદ પ્રમાણે સીઆર પાટીલના સ્થાને અન્ય પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. હવે પછીની ચૂંટણીઓ ભાજપ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડાશે.




















