શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં અમિત શાહને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભોપાલમાં શાહી સ્વાગતની તૈયારીઓ
ગુરુવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, આજે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી, બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાની આ પહેલી મુલાકાત હતી
![દિલ્હીમાં અમિત શાહને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભોપાલમાં શાહી સ્વાગતની તૈયારીઓ jyotiraditya scindia meets amit shah in delhi દિલ્હીમાં અમિત શાહને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભોપાલમાં શાહી સ્વાગતની તૈયારીઓ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/12175218/Scindia-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોંગ્રેસનો હાથ છોડીને બીજેપીમાં ખેસ પહેરનારા મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા અને પ્રદેશના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારો ભોપાલ પહોંચશે. મધ્યપ્રદેશ જતા પહેલા સિંધિયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સિંધિયા અહીં રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા. બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાની આ પહેલી મુલાકાત હતી.
ગુરુવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, આજે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી. મને આશા છે કે તેમના બીજેપીમાં આવ્યા બાદ મધ્યપ્રદેશમાં પાર્ટીને લોકોના સેવા કરવામાં વધુ મજબૂતી મળશે. અમિત શાહ પહેલા તેમને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે બુધવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં બીજેપી જોઇન કર્યુ હતુ. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યાં હતા. પાર્ટી જૉઇન કર્યાના થોડીવાર બાદ ભારતીય જનતા પાર્ટીએ સિંધિયાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.Met Shri @JM_Scindia ji.
I am sure his induction into the party will further strengthen BJP’s resolve to serve the people of Madhya Pradesh. pic.twitter.com/jrxAAWrjyl — Amit Shah (@AmitShah) March 12, 2020
Met with Shri Jyotiraditya Scindia today. I welcome him to the BJP. His joining will help in further strengthening the party. I extend my best wishes to him in all his endeavours. @JM_Scindia pic.twitter.com/84nxoX71Ws
— Rajnath Singh (@rajnathsingh) March 12, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)