Tamil Nadu Election 2021 : કમલ હાસનની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી ? ગઠબંધન સહયોગીને આપી આટલી બેઠકો
અભિનેતા અને નેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નીધિ મય્યમ (એમએનએમ) તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં 154 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી એમએનએમ દ્વારા 40-40 બેઠકો બે ગઠબંધન સહયોગીને આપી છે.
ચેન્નઈ: અભિનેતા અને નેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નીધિ મય્યમ (એમએનએમ) તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં 154 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી એમએનએમ દ્વારા 40-40 બેઠકો બે ગઠબંધન સહયોગીને આપી છે.
તમિલનાડુ વિધાનસભા માટે છ એપ્રિલે મતદાન થશે. આ ચૂંટણીમાં એમએનએમ પાર્ટીએ સરતકુમારની ઓલ ઈન્ડિયા સમતુવા મખલ કાચી અને ઈન્ડિયા જનનાયક કાચી (આઈજેકે) સાથે મળી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સત્તારુઢ AIADMK નું ભાજપ અને પીએમકે સાથે ગઠબંધન છે. ભાજપ 23 અને પીએમકે 20 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે ડીએમકે દ્વારા કૉંગ્રેસ અને અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે.
ડીએમકેએ કૉંગ્રેસને 25 બેઠકો, એમડીએમકે, વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી(વીસીકે) અને માકપાને 6-6 બેઠકો, આઈયૂએમએલને ત્રણ અને મનિઠાન્યા મક્કલ કાચીને બે બેઠકો આપી છે.