શોધખોળ કરો
Advertisement
કમલનાથને ઇન્દિરા માનતી હતી ‘ત્રીજો દીકરો’, સંજય ગાંધી માટે ગયા હતા જેલ
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં 15 વર્ષના વનવાસ ખત્મ કરીને કોગ્રેસ એકવાર ફરી સરકાર બનાવવા જઇ રહી છે. કોગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ રાજ્યના મુખ્યમંત્રી બનશે. ભોપાલમાં મોડી રાત્રે યોજાયેલી કોગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કલમનાથની પસંદગી કરવામાં આવી હતી. નોંધનીય છે કે 11 ડિસેમ્બરના રોજ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદથી કોગ્રેસમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને લઇને મંથન ચાલી રહ્યું હતું. મુખ્યમંત્રી પદ માટે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સૌથી આગળ હતું. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે કમલનાથ પર પસંદગી ઉતારી હતી.
કમલનાથને આઠ મહિના અગાઉ જ મધ્યપ્રદેશ કોગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કમલનાથ વિશે કહેવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી તેમને પોતાનો ત્રીજો પુત્ર માનતી હતી. વાસ્તવમાં એક વખત ઇનદિરા ગાંધી લોકસભા ચૂંટણી લડી રહેલા કમલનાથ માટે ચૂંટણી પ્રચાર માટે આવી હતી. ઇન્દિરા ગાંધીએ ત્યારે ચૂંટણી રેલીમાં લોકોને કહ્યું હતું કે, કમલનાથ મારો ત્રીજા દીકરો જેવો છે. કૃપા કરી તેને મત આપો. વર્ષ 1979માં કમલનાથ મોરારજી દેસાઇની સરકારનો સામનો કરવામાં કોગ્રેસને મદદ કરી હતી. કમલનાથ સંજય ગાંધીના હોસ્ટલમેટ હતા અને ઇમરજન્સી બાદ મોરારજી દેસાઇની સરકારમાં તેમના માટે જેલમાં ગયા હતા. 39 વર્ષ બાદ 72 વર્ષના કમલનાથ હવે ઇન્દિરા ગાંધીના પૌત્ર કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
કમલનાથ નવ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ વર્ષ 1980માં 34 વર્ષની ઉંમરમાં છિંદવાડામાં પ્રથમવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. કમલનાથ 1985,1989,1991માં સતત ચૂંટણી જીત્યા હતા. 1991થી 1995 સુધી તેમણે નરસિમ્હા રાવ સરકારમાં પર્યાવરણ મંત્રાલય સંભાળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
મનોરંજન
Advertisement