શોધખોળ કરો

Kanpur Road Accident: કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટ્રર ટ્રોલી પલટી, 25 લોકોના મોત

આ તમામ નવરાત્રી નિમિત્તે ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ પરત ફરી રહ્યા હતા.

UP News: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 22 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં 28 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને મૃતકોની સંખ્યા 25 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકોની હાલત નાજુક છે. આ તમામ નવરાત્રી નિમિત્તે ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ પરત ફરી રહ્યા હતા. બીજી તરફ, રાજ્ય સરકારે મૃતકોના નજીકના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સીએમ યોગી અને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહીવટી અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સીએમ યોગીએ ટ્વીટ કર્યું કે, કાનપુર જિલ્લામાં માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને મૃતકોના પરિવારજનોને આ અપૂર્ણ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

પીએમ રિલીફ ફંડમાંથી પણ મદદ આપવામાં આવશે

પીએમ નરેન્દ્ર મોદીએ પીએમઓ દ્વારા જારી ટ્વીટમાં આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વીટ કર્યું, 'કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી અકસ્માતથી દુઃખી છું.  લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પરિવારજનો ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન તમામ શક્ય મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

વહીવટીતંત્ર પર બેદરકારીનો આક્ષેપ

ઘટનાની માહિતી મળતાં જ એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. જોકે સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે અધિકારીઓની બેદરકારીને કારણે એમ્બ્યુલન્સ મોડી પહોંચી. જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી હોત તો વધુ જીવ બચાવી શકાયા હોત. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું, જે બેકાબૂ થઈને પલટી ગયું. આ ટ્રેક્ટર ટ્રોલી પાણીથી ભરેલા ખેતરમાં પડી, માનવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટરની અંદર ફસાયેલા લોકોના  શ્વાસ રૂંધાવાથી મોત થયા છે, હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?Rajkot News: વિંછીયામાં પથ્થરમારાના કેસમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ સાથે બેઠકNarmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget