Karnataka Assembly Election Result: કર્ણાટકમાં કોંગ્રેસ ખોલાવ્યું જીતનું ખાતું, આ ઉમેદવારની 16 હજારથી વધુ મતથી જીત
Karnataka Election Result કર્ણાટકના ચલનકેરેમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ટી.રઘુમૂર્તિનો 16450 મતથી વિજય થયો છે.
Karnataka Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે જીતનું ખાતું ખોલ્યું છે. ચલનકેરેમાં કોંગ્રેસની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ટી.રઘુમૂર્તિનો 16450 મતથી વિજય થયો છે.
Congress wins in Challakere constituency, leads in 128 seats in Karnataka
— ANI (@ANI) May 13, 2023
BJP ahead in 67 seats and Janata Dal (Secular) leading in 22 constituencies pic.twitter.com/mPOjg3mKOY
જીતી રહેલ કોંગ્રેસને શેનો છે ડર?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં કોંગ્રેસે સ્પષ્ટ લીડ મેળવી લીધી છે, પરંતુ હજુ પણ તેનો ડર સમાપ્ત થયો નથી. આ જ કારણ છે કે કોંગ્રેસે ધારાસભ્યોને રાખવા માટે હૈદરાબાદમાં રિસોર્ટ બુક કરાવ્યું છે. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટિ કરી છે અને તેનું કારણ પણ આપ્યું છે.
હરિપ્રસાદે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે સાવચેતીના પગલા તરીકે હૈદરાબાદમાં એક રિસોર્ટ બુક કરાવ્યો છે, કારણ કે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી શકે છે. તેમણે કહ્યું કે બીજેપીના એક નેતાએ એવું પણ કહ્યું છે કે પ્લાન બી છે. આવી સ્થિતિમાં ભાજપ ધારાસભ્યોને ઘેરી શકે તેવો ભય યોગ્ય છે.
વિજયનું કારણ જણાવ્યું
કોંગ્રેસની સ્પષ્ટ જીતનું કારણ જણાવતા બીકે હરિપ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીની સદસ્યતા ચૂંટણીમાં નિર્ણાયક મુદ્દો હતો.કર્ણાટક ચૂંટણીના વલણ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીની મતગણતરી દરમિયાન કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. આ ટ્વીટ પર કેપ્શન આપવામાં આવ્યું હતું કે, I'm invincible, I'm so confident, Yeah, I'm unstoppable today. અત્યાર સુધીમાં સામે આવેલા વલણો મુજબ કોંગ્રેસને 128 બેઠકો મળી રહી છે જ્યારે ભાજપને 66 બેઠકો મળતી જોવા મળે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની આશા છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર બનાવવા માટે કોઈના સમર્થનની જરૂર રહેશે નહીં. આમ છતાં પાર્ટી પ્લાન-બીની તૈયારીમાં વ્યસ્ત છે. જેથી જરૂર પડ્યે તેનો અમલ કરી શકાય. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેંગલુરુમાં રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક વિધાનસભા બેઠક પરથી મળેલ પ્રતિસાદ અને ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓ જીતને લઈને આત્મવિશ્વાસ ધરાવતા દેખાતા હતા.
કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું. આ દાવા છતાં પાર્ટી પ્લાન બી પર પણ કામ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, અમને ખાતરી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોઈના સમર્થનની જરૂર પડશે નહીં. આમ છતાં સાવચેતીના ભાગરૂપે પાર્ટીએ જેડીએસ સાથે ચર્ચાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તે જ સમયે, ઘણા ઉમેદવારો પણ સંપર્કમાં છે.