શોધખોળ કરો

ભાજપ દેશના મોટા રાજ્યના મુખ્યમંત્રીને બદલશે, આ દિગ્ગજ નેતાએ પોતાના રાજ્યમાં ભાજપનો કર્યો વિસ્તાર પણ

યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે.

બેંગલૂરૂઃ ભાજપ વધુ એક રાજ્યના મુખ્યમંત્રીન બદલી નાંખશે એવા અહેવાલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને રાજીનામું આપવા કહી દેવાયું હોવાના અહેવાલ છે. યેદુરપ્પા સરકારને 26 જુલાઈએ બે વર્ષ પૂરાં થવાનાં છે. યેદુરપ્પાને બે વર્ષ પૂરાં કરીને 26 જુલાઈએ રાજીનામું આપવા કહી દેવાયું હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે.

યેદુરપ્પા 16 જુલાઈએ અચાનક દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામુ આપવાના છે કે કેમ તેવી ચર્ચા થવા લાગી છે. ટોચનાં અખબારોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે યેદુરપ્પાને મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં ગવર્નર પદની ઓફર કરવામાં આવી હતીય

જો કે  યેદુરપ્પાએ વડાપ્રધાન મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તમને મારી કામગીરથી સંતોષ ના હોય તો રાજીનામુ લઈ લો પણ પશ્ચિમ બંગાળમાં કે બીજા કોઈ પણ રાજ્યમાં ગવર્નર બનવાની મારી ઈચ્છા નથી. યેદુરપ્પામની નજીકનાં સૂત્રોન દાવો છે કે,  ભાજપ દ્વારા તેમના પુત્ર વિજયેન્દ્રને મુખ્યમંત્રીપદના દાવેદાર જાહેર ન કરાય ત્યાં સુધી યેદુરપ્પા કર્ણાટકના રાજકારણમાંથી નિવૃત થવા માંગતા નથી.

યેદુરપ્પા  શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આ મુલાકાત તેમણ દાવો કર્યો કે, હાલ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો સવાલ પેદા થતો નથી. શુક્રવારે મેં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને  અમે રાજ્યના વિકાસ અંગે વિગતે ચર્ચા કરી હતી.

જો કે સૂત્રોનો દાવો છે કે, યેદુરપ્પાની વિદાય નક્કી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાઈકમાન્ડ તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે તે 26 જુલાઈએ પોતાના 2 વર્ષના શાસનની ઉજવણી કરી શકે છે. યેદુરપ્પાએ કોંગ્રેસ-જેડીએસની સરકારને ગબડાવીને ભાજપની સરકારની રચના કરાવી હતી. યેદુરપ્પા ભાજપના દિગ્ગજ નેતા છે અને કર્ણાટકમાં ભાજપનો વિસ્તાર કરવાનો યશ તેમને અપાય છે. ભાજપ આ કારણે યેદુરપ્પાને અડકતાં લાંબા સમયથી ખચકાય છે પણ હવે અસંતોષ વધી જતાં તેમને ખસેડવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Embed widget