કર્ણાટક સંકટઃ કૉંગ્રેસ-JDSના બળવાખોર ધારાસભ્યોએ બદલ્યું ઠેકાણું, મુંબઈથી ગોવા જવા થયા રવાના
આજે સાંજે કર્ણાટક કૉંગ્રેસ-JDSના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા રવાના થયા હતા. અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે છે. તમામ લોકો રોડ માર્ગે ગોવા જઈ રહ્યા છે.
કૉંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ટ્વિટ કરી તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ પોતાના રાજીનામા પરત લે. સાથે જ તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ આરએસએસ ક્યારેય સંવિધાનનું સમ્માન નથી કરતા. ભાજપ સતત અમારી સરકારને પાડવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું ભાજપ અમારા ધારાસભ્યોને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે.Bengaluru: A bus, carrying JD(S) MLAs, leaves from Taj West End hotel. They are now being taken to Golfshire, Nandi hills road in Devanahalli. #Karnataka pic.twitter.com/BcoQRsfzeQ
— ANI (@ANI) July 8, 2019
કૉંગ્રેસ જેડીએસ સરકારને બહારથી સમર્થન આપનારા બસપાના ધારાસભ્ય મહેશનું કહેવું છે કે મારૂ સમર્થન સરકારને ચાલુ રહેશે. પરંતુ તેમણે એસસી, એસટી માટે વધારે ફંડ જોઈએ છે. 15 દિવસ પહેલા જ માયાવતીએ કહ્યું હતું કે તેઓ ગઠબંધન સાથે જ રહેશે.Karnataka: Congress leaders arrive for a meeting at Kumara Krupa Guest House in Bengaluru. Karnataka Congress in charge KC Venugopal says, "Don't worry." pic.twitter.com/xU10LmioRk
— ANI (@ANI) July 8, 2019
કર્ણાટક બીજેપીના પ્રમુખ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે અમે ભાજપા વિધાયક દળની બેઠક કરી રહ્યા છે અને ત્યાં યોગ્ય નિર્ણય લેવા જઈ રહ્યા છે. કાલે અમારા બધા કાર્યકર્તા વિરોધ કરશે, કારણ કે કોંગ્રેસ-જેડીએસ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. જેથી સીએમે તરત રાજીનામું આપી દેવું જોઈએ. આ જ લોકોની અપેક્ષા પણ છે. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે જ્યારે તેમણે વિશ્વાસ ગુમાવી દીધો છે તો સરકાર ચલાવવાનો કોઇ નૈતિક અધિકાર નથી. જેથી અમે માંગણી કરી રહ્યા છે કે સીએમ તરત રાજીનામું આપે.Roshan Baig to ANI: I'm hurt by the way Congress party treated me, I'll resign from my MLA post and join BJP. (file pic) #Karnataka pic.twitter.com/4eIs6KfPfR
— ANI (@ANI) July 8, 2019
Arvind Limbavali, BJP MLA: There is drought and infrastructure issues here since last 1 year. During Congress govt here no development was done. Today's meeting was called to discuss the issues to be taken up in the assembly session which begins on 12 July. #Karnataka pic.twitter.com/gfzZGhLtt1
— ANI (@ANI) July 8, 2019