શોધખોળ કરો
કર્ણાટક ચૂંટણી પરિણામ: રાજ્યપાલને મળ્યા યેદિયુરપ્પા, સરકાર બનાવવા માટે બે દિવસનો માંગ્યો સમય
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, તેમ છતાં બહુમતથી દૂર રહી છે. રાજ્યમાં કોઇ પણ પક્ષને બહુમતી ના મળતા પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. રાજ્યની 224 સભ્યોની વિધાસનભાની 222 સીટ પર આજે આવેલા પરિણામ અનુસાર ભાજપને 104 બેઠકો મળી હતી જ્યારે કોગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો મળી છે. કર્ણાકટમાં સરકાર રચવા માટે બહુમત માટે 112 બેઠકો જીતવી જરૂરી છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપવા માટે રાજ્યભવન પહોંચ્યા હતા. તેમની સાથે દિનેશ રાવ ગુંડૂં, રિઝવાન અરશદ અને જી. પરમેશ્વર પણ હતા. સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમે સરકાર બનાવીશું અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દેવગૌડા અને કુમાર સ્વામી સાથે વાત કરી છે. કૉંગ્રેસે કહ્યું કે જેડીએસ એ અમારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો છે.
બીજી તરફ બીજેપીના મુખ્યમંત્રીના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ પાસે બે દિવસનો સમય માંગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement