શોધખોળ કરો

Karnataka Election Results: ચૂંટણી પંચના આંકડામાં પણ કોંગ્રેસને બહુમતી, ભાજપ ખૂબ પાછળ

Karnataka Election Results: કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરીને વાપસીના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચના વલણોમાં કોંગ્રેસ બહુમતીના આંકને સ્પર્શી ગઈ છે.

Karnataka Election Results 2023 Update: કોંગ્રેસે કર્ણાટકમાં ચૂંટણી પંચના વલણોમાં પણ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચની વેબસાઈટ પરના લેટેસ્ટ અપડેટ મુજબ કોંગ્રેસ 115 સીટો પર આગળ છે. ભાજપ 73 સીટો પર આગળ છે જ્યારે જેડીએસ 29 સીટો પર આગળ છે.

કર્ણાટક ચૂંટણીના વલણ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણીની મતગણતરી દરમિયાન કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. આ ટ્વીટ પર કેપ્શન આપવામાં આવ્યું હતું કે, I'm invincible, I'm so confident, Yeah, I'm unstoppable today. અત્યાર સુધીમાં સામે આવેલા વલણો મુજબ કોંગ્રેસને 112 બેઠકો મળી રહી છે જ્યારે ભાજપને 92 બેઠકો મળતી જોવા મળે છે.

કોંગ્રેસને જીતનો વિશ્વાસ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળવાની આશા છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર બનાવવા માટે કોઈના સમર્થનની જરૂર રહેશે નહીં. આમ છતાં પાર્ટી પ્લાન-બીની તૈયારીમાં વ્યસ્ત છે. જેથી જરૂર પડ્યે તેનો અમલ કરી શકાય. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેંગલુરુમાં રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક વિધાનસભા બેઠક પરથી મળેલ પ્રતિસાદ અને ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓ જીતને લઈને આત્મવિશ્વાસ ધરાવતા દેખાતા હતા.

કોંગ્રેસના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી પરિણામો બાદ પાર્ટી સરકાર બનાવશે અને અમે કર્ણાટકની જનતાની સેવા કરીશું. આ દાવા છતાં પાર્ટી પ્લાન બી પર પણ કામ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, અમને ખાતરી છે કે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોઈના સમર્થનની જરૂર પડશે નહીં. આમ છતાં સાવચેતીના ભાગરૂપે પાર્ટીએ જેડીએસ સાથે ચર્ચાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તે જ સમયે, ઘણા ઉમેદવારો પણ સંપર્કમાં છે.

કોંગ્રેસે કર્યો બી પ્લાન તૈયાર 

સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2019માં કોંગ્રેસ અને જેડીએસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોના સંપર્કમાં છે. ભાજપે આ વખતે આમાંથી ઘણા ધારાસભ્યોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ અપક્ષો અને નાના પક્ષો સાથે પણ સતત સંપર્કમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget