શોધખોળ કરો
Advertisement
કોરોનાથી દર્દીનું મોત થતાં ગુસ્સે ભરાયેલા ઘરવાળાઓએ પહેલા ડૉક્ટરને ફટકાર્યો, ને પછી એમ્બ્યૂલન્સને આગ લગાડી દીધી
માહિતી પ્રમાણે, દર્દીના મોતથી ગુસ્સે ભરાયેલા તેના ઘરવાળાઓએ શહેરની BIMS હૉસ્પીટપ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો
બેગ્લુંરુઃ કર્ણાટકાના બેલગાવીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની બેગ્લુંરુથી લગભગ 500 કિલોમીટર દુર બેલગાવીમાં કોરોનાથી એક દર્દીનુ મોત થઇ ગયુ હતુ. આ વાતથી ઉશ્કેરાયેલા પરિવારજનો તોફાન મચાવી દીધુ હતુ.
કોરોનાથી દર્દીનુ મોત થયા બાદ પરિવારજનોએ તોફાન મચાવ્યુ, હૉસ્પીટલના આઇસીયુ યુનિટમાં ડૉક્ટરની સાથે મારા મારી કરી, અને પછી એક એમ્બ્યૂલન્સને આગ ચંપી કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ બહાર આવ્યો છે, જેમાં એમ્બ્યૂલન્સ આગની લપેટોમાં બળતી દેખાઇ રહી છે, અને ફાયરફાઇટ્સ તેને હોલવવાની કોશિશ કરી રહ્યાં છે.
માહિતી પ્રમાણે, દર્દીના મોતથી ગુસ્સે ભરાયેલા તેના ઘરવાળાઓએ શહેરની BIMS હૉસ્પીટપ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
કર્ણાટકામાં એક દિવસમાં સૌથી વધુ 4764 લોકો કોરોના સંક્રમિત થયા છે. આની સાથે કુલ કેસોની સંખ્યા 75833 પર પહોંચી ગઇ છે.વળી, મરનારાની સંખ્યા 1519 થઇ ગઇ છે, અને 1780 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં હવે કુલ 75833 કોરોના પૉઝિટીવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion