શોધખોળ કરો
Advertisement
કઠુઆ કેસઃ ત્રણ દોષિતોને આજીવન કેદની સજા, ત્રણને 5 વર્ષની જેલ
પૂજારી સાંધી રામ, પરવેશ કુમાર અને દીપક ખજુરિયાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને 5-5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસની સુનાવણી ત્રીજી જૂનના રોજ પૂરી થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં પઠાનકોટ કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા હતો, જ્યારે એક આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. જે બાદ આજે સાંજે આરોપીઓને સજાની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં પૂજારી સાંધી રામ, પરવેશ કુમાર અને દીપક ખજુરિયાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને 5-5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસની સુનાવણી ત્રીજી જૂનના રોજ પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પૂર્ણ થતા જ કોર્ટે આ મામલે ચુકાદો 10મી તારીખે આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
આ કેસમાં પઠાનકોટ વિશેષ કોર્ટમાં જૂન 2018થી સુનાવણી શરૂ થઈ હતી. ઘાટીમાં મામલાએ વધારે ગરમી પકડી લેતા સુપ્રીમ કોર્ટે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ચલાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં આ કેસ પઠાનકોટ કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો. કઠુઆમાં ધુમંતૂ લઘુમતિ સમાજની આઠ વર્ષની માસૂમ ઘોડા ચરાવવા માટે જંગલમાં ગઈ હતી. અહીંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાળકીને એક મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ બાળકી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે મંદિરના પૂજારી તેમજ બે પોલીસકર્મી સહિત આઠ લોકોની ગુનામાં સંડોવણીના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલાના ઘેરા પ્રત્યાઘાતો આખા દેશમાં પડ્યા હતા. અનેક શહેરોમાં લોકો બાળકીને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યાં હતા.Kathua rape & murder case: Three have been sentenced to life imprisonment; Sanji Ram, Parvesh Kumar & Deepak Khajuria. pic.twitter.com/TPJD45NE4L
— ANI (@ANI) June 10, 2019
Kathua rape and murder case: Tilak Raj, Anand Dutt and Surinder Kumar have been convicted for destruction of evidence. They have been given 5 years of imprisonment each. https://t.co/Wnmc4tdZ1M
— ANI (@ANI) June 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement