Telangana Assembly election: તેલંગાણા ચૂંટણીને લઈ BRSએ 115 ઉમેદવારો જાહેર કર્યા, 2 બેઠકો પરથી ચૂંટણી લડશે CM કેસીઆર
બીઆરએસ અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે સોમવારે (21 ઓગસ્ટ) આગામી ચૂંટણી માટે 115 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
BRS Candidates List: બીઆરએસ અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે સોમવારે (21 ઓગસ્ટ) આગામી ચૂંટણી માટે 115 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સાત ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે. સીએમ કેસીઆર બે બેઠકો ગજવેલ અને કામારેડ્ડી પરથી ચૂંટણી લડશે.
મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે યાદી જાહેર કરતા કહ્યું કે અમે 16 ઓક્ટોબરે વારંગલમાં અમારી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીશું. જે કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલો જણાશે તેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.
రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 స్థానాలకు) ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
— BRS Party (@BRSparty) August 21, 2023
BRS Party Chief, CM Sri KCR announced the first list of BRS candidates (115 constituencies) for the forthcoming Telangana Assembly… pic.twitter.com/LNLohVSRVm
કેટીઆર સિરસિલાથી ચૂંટણી લડશે
સીએમ કેસીઆરે આગામી ચૂંટણીમાં 95-105 બેઠકો જીતવાની ભવિષ્યવાણી કરી છે. રાજ્ય સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રીના પુત્ર કેટીઆર સિરસિલાથી ચૂંટણી લડશે. તેલંગાણાની 119 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે. સીએમ કેસીઆર બે બેઠકો ગજવેલ અને કામારેડ્ડી પરથી ચૂંટણી લડશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા યાદી જાહેર કરી
BRSએ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ યાદી બહાર પાડી છે. આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરતા BRSના વડા કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે AIMIM સાથે અમારી મિત્રતા ચાલુ રહેશે.
આ નેતાઓને ટિકિટ મળી
BRS દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં સિરપુરથી કોનેરુ કોનપ્પા, ચેન્નુર (SC)થી બાલ્કા સુમન, બેલ્લમપલ્લી (SC)થી દુર્ગમ ચિન્નૈયા, મંચેરિલથી નદીપેલ્લી દિવાકર રાવ, આસિફાબાદ (ST)થી કોવા લક્ષ્મીને ટિકિટ આપવામાં આવી છે.
યાદીમાં ખાનાપુર (ST)થી ભુક્યા જોનસન રાઠોડ નાઈક, આદિલાબાદથી જોગુ રમન્ના, બોથા(ST)થી અનિલ જાધવ, નિર્મલથી અલ્લોલા ઈંદ્રકરણ રેડ્ડી, મડહોલથી ગદ્દીગારી વિઠ્ઠલ રેડ્ડી, બાંસવાડાથી પોચારમ શ્રીનિવાસ રેડ્ડી, બોધનથી મોહમ્મદ શકીલ આમિરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ ઉપરાંત જુક્કલ (SC)થી હનમંત શિંદે, યેલ્લારેડ્ડીથી જાજલા સુરેન્દ્ર, નિઝામાબાદ શહેરથી બિગાલા ગણેશ ગુપ્તા, નિઝામાબાદ ગ્રામીણથી ગોવર્ધન બાજીરેડ્ડી, બાલકોંડાથી વેમુલા પ્રશાંત રેડ્ડીને ટિકિટ આપવામાં આવી છે. સીએમ કેસીઆર બે બેઠકો ગજવેલ અને કામારેડ્ડી પરથી ચૂંટણી લડશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial