કેજરીવાલનો મોદીને સવાલઃ સર, દિલ્હી આવતી ઓક્સિજન ટેંકર બીજા રાજ્યમાં રોકાય તો મારે કેન્દ્રમાં કોને ફોન કરવો ?
ટીવી પર લાઈવ વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દેશની રાજધાનીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત તરફ ધ્યાન દોર્યું હતું.
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંક્રમમથી સૌથી વધારે પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યંત્રીઓ સાથે બેઠક કરી હતી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 193,279 લોકો ઠીક પણ થયા છે.
ટીવી પર લાઈવ વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ દેશની રાજધાનીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત તરફ ધ્યાન દોર્યું હતું. સરકાર સાથે જોડાયચેલ સૂત્રોએ કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ-સીએમ બેઠકને ‘રાજનીકિત ઉદ્દેશ્ય’થી ઉપયોગ કર્યો. તેમણે ઓક્સિજનની સપ્લાઈ હવાઈ માર્ગથી પહોંચડાવનો મુદ્દો ઉઠાવ્યો, તેમને કદાચ ખબર નથી કે આ પહેલેથી જ થઈ રહ્યું છે.
સૂત્રોએ કહ્યું કે, તેમણે (કેજરીવાલે) રેલવેના ઓક્સિજન એક્સપ્રેસ વિતે વાત કરી જ્યારે રેલવેના સૂત્રોનું કહેવું છે કે તેમણે આ વિશે રેલવા સાથે કોઈ જ વાત કરી નથી. તમણે રસીની કિંમત વિશે એ જાણતા પણ ખોટું બોલ્યા કે કેન્દ્ર રસીનો એક પણ ડોઝ પોતાની પાસે નથી રાખતું અને રાજ્યોની સાથે શેર કરે છે. સૂત્રો અનુસાર, તમામ રાજ્યોએ સ્થિતિ સારી કરવા માટે શું કરી રહ્યા છે, તેના વિશે કહ્યું જ્યારે કેજરીવાલે આ વિશે કોઈ વાત ન કહીં કે તે શું કરી રહ્યા છે ? સૂત્રોએ પણ કહ્યું કે, એવું લાગે છે કે કેજરીવાલ નીચલા સ્તેર તરી આવ્ય છે. તેમનું સમગ્ર ભાષણ, સમાધાન શોધવા માટે ન હતું. પરંતુ રાજનીતિક કરવા અને જવાબદારીથી બચવા પર કેન્દ્રિત હતું. આ પહેલાની બેઠકમાં જ કેજરીવાલ બેજવાબદાર મૂડમાં જોવા મળ્યા હતા.
પીએમ-સીએમ મીટમાં કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં ઓક્સિજનની ફેક્ટરી નથી તો શું દિલ્હીના 2 કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે. જો દિલ્હીમાં ફેક્ટરી નહીં હોય તો શું જે રાજ્યમાં છે તેઓ નહીં આપે. જો કોઈ રાજ્ય દિલ્હીના ભાગનું ઓક્સિજન રોકી લે તો હું કેન્દ્રમાં ફોન ઉઠાવીને કોની સાથે વાત કરું. સીએમ કેજરીવાલે કહ્યું કે, પીએમ મોદીએ યોગ્ય સમય પર કોરોનાની બેઠક બોલાવી છે. હું દિલ્હીના લોકો તરફથી હાથ જોડીને અપીલ કરું છું કે કડક પગલા નહીં લેવામાં આવો તો મોટી આપદા આવી શકે છે.